જામનગર: પતિના મામીજી સાથેના આડા સંબંધ અને ત્રાસથી કંટાળી ગઈ પત્ની, પછી…

0
1125

જામનગર: જામનગર ના ગુલાબ નગર વિસ્તારમાં રહેતી એક પરણીતાએ પોતાના પતિ અને મામીજી સાથેનાઅનૈતિક સંબંધોના કારણે તેમજ તેઓની મારકુટ સહિત ના ત્રાસ ના કારણે જિંદગીથી તંગ આવી જઈ અગ્નિ સ્નાન કરી લેતાં તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. પોલીસે તેણીના પતિ- મામીજી અને તેના બે પુત્રો સામે ત્રાસ અંગે ગુન્હો નોંધ્યો છે.

આ ચકચારજનક બનાવની વિગત એવી છે કે જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતી વૈશાલીબેન કિશોરભાઈ રાઠોડ નામની ૨૮ વર્ષની પરણીતાએ પોતાના ઘેર કાયા પર કપાસિયા નું તેલ છાંટી અગ્નિસ્નાન કરી લેતાં દાઝી જવાથી તેણીને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જયાં તેણીની સધન સારવાર ચાલી રહી છે.
આ બનાવની જાણ થતાં મહિલા પોલીસ સ્ટેશન નો સ્ટાફ જી.જી હોસ્પિટલ દોડી ગયો હતો, અને તેણીનું નિવેદન નોંધ્યું હતું.
જેમાં વૈશાલીબેનના જણાવ્યા અનુસાર તેણીના પતિ કિશોરભાઈ રણછોડભાઈ રાઠોડ કે જેને મામીજી સાથે આડા સંબંધો હોવાનો આક્ષેપ કર્યો હતો જે બંને વચ્ચેના સંબંધના કારણે તેણીને પતિ કિશોર મારકુટ કરતો હતો. મામીજીના બે પુત્રો ભરત અને મયંક પણ મારકુટ કરી ત્રાસ આપતા હોવાથી તમામના ત્રાસના કારણે અગ્નિ સ્થાન કરી લીધું હોવાનું જણાવ્યું હતું. જેથી મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.આર.એ. ચણિયારા એ વૈશાલીબેનની ફરિયાદ ના આધારે તેણીના પતિ કિશોર રાઠોડ ઉપરાંત મામીજી અને તેના બે પુત્રો ભરત અને મયંક સામે આઈપીસી કલમ ૪૯૮ એ, ૩૨૩ ને ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

NO COMMENTS