જામનગર : પોજીટીવ દર્દીના સંપર્કમાં આવેલ લોકોના રીપોર્ટ કેમ નહી ?

0
698

જામનગર : જામનગરમાં ગઇકાલે જુદા-જુદા વિસ્તારોમાંથી કોરોના પોઝીટીવના આઠ કેસ નોંધાયા હતાં. આ કેસમાં સામેલ એક મહિલા દર્દી જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવે છે. 32 વર્ષિય આ મહિલા બેડી વિસ્તારના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવે છે. મહાનગરપાલિકાએ તાજેતરમાં મેલેરીયા માસની ઉજવણીના ભાગરૂપે હોમ-ટુ-હોમ હેલ્થ સર્વેની કામગીરી માટે આરોગ્ય શાખાના કર્મચારીઓને કામે લગાડ્યા છે. આ મહિલા કર્મચારીને કોઇ સ્થાનિક દર્દી કે જે સત્તાવાર રીતે પોઝીટીવ જાહેર થયું ન હોય અને ઘરમાં હોય તેનાથી સંક્રમણ થયું હોવાની ચર્ચા આ વિસ્તારમાં થઇ રહી છે. તંત્ર દ્વારા આ મામલે આજે બપોર સુધી કોઇ સત્તાવાર વિગતો જાહેર કરવાનું ટાળવામાં આવ્યું હતું પરંતુ સુત્રોના કહેવા મુજબ બેડી વિસ્તારના આરોગ્ય કેન્દ્રને પણ હજુ ચાલુ રાખવામાં આવ્યું હોય તે મોટું જોખમ સાબીત થઇ શકે છે. આ આરોગ્ય કેન્દ્રના એક ડોકટર પણ ત્રણ-ચાર દિવસથી બિમાર છેપરંતુ ઉપરી અધિકારીના દબાણને કારણે તેણે પોતાનો રિપોર્ટ કરાવ્યો નથી કે આરોગ્ય કેન્દ્રમાં રૂટીન મુજબ ફરજ બજાવવાનું ચાલુ રાખ્યું છે જેથી અન્ય કર્મચારીઓ તેમજ તેના સંપર્કમાં આવનાર નાગરિકો ઉપર સ્થાનિક સંક્રમણ થયાનું જોખમ તોળાઇ રહ્યું છે. ગઇકાલે પોઝીટીવ જાહેર થયેલ મહિલા કર્મચારી તેની કામગીરી કરતા હતા. આ વિસ્તારમાં બહારથી ઘણાં લોકો આવ્યા છે અને તેનાથી જ કોઇ વ્યક્તિનો ચેપ લાગ્યો હોવાની શકયતા વધુ છે.

NO COMMENTS