જામનગર: હોસ્પિટલ કેમ્પસમાં કાર ચાલકને ચાર શખ્સો કેમ ઢોર માર માર્યો હતો ?

0
1352

બે દિવસ પૂર્વે જામનગરમાં જીજી હોસ્પિટલ પરિસરમાં એક કાર ચાલકને આંતરી લઈ ચાર શખ્સોએ હુમલો કરી સખત માર માર્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા જ શહેરમાં ખુલ્લેઆમ ચાલતી ગુંડાગીરી સામે આવી હતી. આ ઘટના અંગે ભોગગ્રસ્ત યુવાનના ભાઈએ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

રાજકોટ જિલ્લાના જામ કંડોરણા તાલુકાના ચિત્રાવડ ગામે રહેતા પૃથ્વીરાજસિંહ ઉદુભા ચુડાસમા વાળાના મોટાભાઇ સિધ્ધરાજસિંહ પોતાના નાનીની દવા લેવા માટે જામનગર ખાતેની જી.જી.હોસ્પીટલ આવ્યા હતા. ત્યારે આરોપીઓએ તેઓની ગાડી જોઇ લીધી હતી. ત્યારબાદ આરોપીઓએ ગાડીમા ધોકા વડે આગળના કાચમા ઘા કરી તોડી નાખ્યા હતા. અન્ય દરવાજેથી ઉતરીને ભાગવા જતા સિદ્ધરાજસિંહને દિવ્યરાજસિંહ રવિરાજસિંહ જાડેજા અને યુવરાજસિંહ રવિરાજસિંહ જાડેજા રહે. બન્નેમોડા ગામ તા.જી જામનગર વાળા શખ્સોએ છરી તથા ધોકા વડે આંતરી લઇ ડાબા હાથમા કોણી પાસે ઘા મારી ફેકચર જેવી ઇજા કરી, જેમ ફાવેતેમ ભુંડી ગાળો કાઢી હતી. જ્યારે આરોપી મોહીતસિંહ વાઘેલા તથા હરદેવસિંહ જાડેજા રહે બન્ને જામનગર વાળાઓએ ઢીંકા પાટુનો માર-મારી, અર્ટીગા ફોર-વ્હીલ ગાડીનો કાચ તોડી નુકશાન કરી, એકબીજાની મદદગારી કરી નાસી ગયા હતા.

http://*જામનગર જી.જી હોસ્પિટલ પટાંગણમાં બઘડાટી પ્રકરણમાં યુવાન ઉપર હુમલો કરી માર મારવાના CCTV ફૂટેજ આવ્યા સામે: જુઓ cctv* https://fb.watch/lfZeEEhMWq/?mibextid=Nif5oz

ગુંડાગીરીનું આવું સામે આવ્યું કારણ ..

આ બનાવ બનવાનું કારણ એવુ છે કે આજથી વિશેક દીવસ પહેલા ચીત્રાવડ ગામમા રહેતા હાલુભા ગાંડુભા ચુડાસમાના ઘરે મોડા ગામના દિવ્યરાજસિંહ રવિરાજસિંહ જાડેજા આવેલ હોય અને હાલુભા સાથે બોલાચાલી ઝગડો થયેલ હોય જેથી હાલુભાના પરીવારના સભ્યોએ આ દિવ્યરાજસિંહ રવિરાજસિંહ જાડેજા ને માર મારેલ હોય અને મારા ભાઇની ફોર-વ્હીલ ગાડીમા પાછળ “” લખેલ હોય અને આ દિવ્યરાજસિંહએ મારામારી વખતે મારી ભાઇની ગાડી ઘરની બહાર પડેલ હોય અને આ દિવ્યરાજસિંહ એ તે ગાડી જોયેલ હોય અને આ મારો ભાઇ સિધ્ધરાજસિંહ જી. જી. હોસ્પીટલમા મારા નાનીની દવા લેવા માટે આવેલ હોય તે દરમ્યાન આ દિવ્યરાજસિંહ તથા તેનો ભાઇ યુવરાજસિંહ ગાડીને જોઇ જતા તેનો ખાર રાખી આ બન્ને ભાઇ તથા તેની સાથે આવેલ તેના મીત્રો મોહીતસિંહ વાઘેલા તથા હરદેવસિંહ જાડેજા આ ચારેય જણાએ મારા ભાઇને ભુંડી ગાળો કાઢી છરી તથા લાકડાના ધોકા વતી શરીરે ડાબા હાથમા કોણીના ભાગે માર મારી ફેકચર ઇજા કરેલ હોય અને ધોકા વતી ફોર-વ્હીલ ગાડીનો આગળનો કાચ તોડી સખત માર માર્યો હતો.

જામનગર જી.જી હોસ્પિટલ પટાંગણમાં બઘડાટી પ્રકરણમાં યુવાન ઉપર હુમલો કરી માર મારવાના CCTV ફૂટેજ આવ્યા સામે: જુઓ cctv

https://fb.watch/lfZeEEhMWq/?mibextid=Nif5oz

NO COMMENTS