જામનગર: ફૂલ જેવી બાળકીની મારાજ દાદાએ કેમ નીપજાવી હત્યા, જાણો કારણ

0
2893

જામનગર: શહેરના રાજ પાર્ક વિસ્તારમાં રહેતા મેર પરિવારની માસુમ બાળકીની ૬૫ વર્ષીય દાદાએ હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઈ છે. બાળકીના પિતા સાથે મિત્રતા ધરાવતા આરોપી દાદાને આ જ પરિવારે મકાન ભાડે અપાવી દીધું હતું અને ટીફીન વ્યવસાય કરતો પરિવાર આરોપીને મફતમાં ટીફીન પૂરું પાડતો હતો પરંતુ પરિવારને ક્યા ખબર હતી કે આ ઉપકારનો બદલો આરોપી બાળકીની ક્રૂર હત્યા કરી આપશે ?

રાજ પાર્ક વિસ્તારમાં રહેતા મેર પરિવારની બાર વર્ષીય પુત્રી દ્રષ્ટિ કારાવદરાની તેના જ પડોશમાં રહેતા લાલજી પંડ્યા નામના ૬૫ વર્ષના આરોપીએ છરીના ૧૪ થી ૧૫ ઘા જીકી ક્રૂર હત્યા નીપજાવી હતી. મેર પરિવારના મોભી રમેશભાઈ કારાવદરા પોતે ટ્રક દ્રાવિંગ કરી અને તેના પત્ની ચામુંડા ટીફીન સર્વિસથી મેસ ચલાવી ત્રણ દીકરીઓ વાળા ઘરનું લાલન પાલન કરતા હતા. મોટી દીકરી હેતલને ચોટીલા પરણાવી છે જયારે  મેર પરિવારમાં ૧૬ વર્ષીય પ્રગતિ ઉર્ફે ટીટુ અને બાર વર્ષીય દ્રષ્ટિ એમ બે દીકરીઓ હાલ સાથે રહી પરિવારની મદદ કરતી હતી. નાની પુત્રી દ્રષ્ટિ ઘરે રહી બીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી. ગઈ કાલે મકાનનો દસ્તાવેજ કરવાનો હોવાથી રમેશભાઈ અને તેના પત્ની શાંતાબેન બંને બપોરે શરુ સેક્સન રોડ પર આવેલ ઓફીસ ગયા હતા. દરમિયાન આરોપી લાલજી પંડ્યાનો ફોન આવ્યો હતો કે હું ગાડીમાંથી આવી ગયો છું ટીફીન આપી જાઓ, જેને લઈને પિતાએ મોટી પુત્રી પ્રગતિને ફોન કરી ટીફીન આપવા કહ્યું હતું. જો કે ટીફીન આપવા ગયેલ દ્રષ્ટિ પર આરોપી યમ બની તૂટી પડ્યો હતો અને ૧૪ થી ૧૫ ઘા મારી કરપીણ હત્યા નીપજાવી નાશી ગયો હતો. આ બનાવ અંગે મેર પરિવારે આરોપી સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે.

મેર પરિવાર છેલ્લા બે વર્ષથી અહી ભાડાના મકાનમાં રહે છે. ટ્રક ચાલક તરીકે વ્યવસાય કરતા રમેશભાઈને કેન્સરની બીમારી હોવાથી તેઓના પત્ની પણ ઘરેથી ટીફીન સર્વિસ ચાલુ કરી હતી. વ્યવસાય દરમિયાન રમેશભાઈને આરોપી લાલજીથી ભેટો થયો હતો. આરોપી પણ ટ્રક ચલાવવાનો ધંધો કરે છે. મૂળ ખંભાલીયાના આરોપી લાલજીને રમેશભાઈ અઢી-ત્રણ વર્ષથી ઓળખતા હતા. જામનગરમાં પોતાના મકાનથી થોડે દુર ભાડાથી મકાન પણ રમેશભાઈ અને તેના પરિવારે શોધી આપ્યું હતું. આરોપી પોતે એકલો જ હોવાથી મેર પરિવારે શરૂઆતમાં પોતના ઘરે જમવાની વ્યવસ્થા કરી હતી. પરંતુ બાદમાં લાલજી મોડો આવતો હોય અને વર્તન પણ સારું ન હોવાથી તેના ઘરે ટીફીન આપવાની વ્યવસ્થા કરી હતી.

આરોપી જયારે ટ્રકમાંથી પરત આવતો ત્યારે મેર પરિવારની બાળકીઓ તેનો રૂમ સાફસુફ કરી આપતી અને ટીફીન પણ પહોચાડી આવતી. આરોપી લાલજી અગાઉ પાંચેક વખત બાળકીઓને ફરવા પણ લઈ ગયો હતો. જો કે ઘરે જમવાની પાડેલી ના મેર પરિવારને ભારે પડી હતી. આ અવમાનનાને મગજમાં ધરબી બેઠેલ લાલજીએ ગઈ કાલે અંત લાવી બાળકીને ક્રુરતા પૂર્વક પતાવી નાશી ગયો છે.ખંભાલીયાના આરોપી લાલજી પંડ્યાએ અગાઉ પોતાની પત્નીની પણ હત્યા કરી હોવાનું અને જેલવાસ ભોગવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ગુનાહિત માનસિકતા ધરવતા સખ્સોથી દુર રહેવું જોઈએ એમ આ ઘટના સમાજને શીખ આપે છે. 

NO COMMENTS