જામનગર : છોકરાને પોલીયોના ટીપાં કેમ પીવડાવ્યા ? આરોગ્ય સ્ટાફ સાથે મહિલાએ બોલાવી બઘડાટી

0
630

જામનગર : જામનગરમાં પોલીયો અભિયાન અંતર્ગત ડોર ટુ ડોર કાર્યવાહી દરમિયાન ઢીંચડા રોડ પર આવેલ યોગેશ્વરધામમાં આરોગ્ય કર્મચારીઓની ટીમ સાથે બોલાચાલી કરી એક મહિલાએ ફરજ રુકાવટ કરી માર માર્યો હોવાની  પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.  બાળકને ટીપા કેમ પીવડાવ્યા ? કહી મહિલાએ માર માર્યો હોવાનું સામે આવ્યું છે.

પોલીયો  નાબુદી તરફ સરકાર મહત્વાકાંક્ષી અભિયાન ચલાવી રહી છે. સમયાન્તરે પોલીયો  રવિવાર જાહેર કરી દેશભરના બાળકોને રસીકરણ કરાવી રહી છે અને ભવિષ્યમાં એક પણ નાગરિક પોલીયોગ્રસ્ત ન બને એવા પ્રયાસ હાથ ધરાયા છે. ત્યારે આનાથી ઉલટો બનાવ જામનગરમાં બન્યો છે. જેમાં પોલીયો રવિવાર બાદ આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. ડોર ટુ ડોર રસીકરણ, ગઈ કાલે આ કાર્યવાહીમાં ઢીચડા રોડ, યોગેશ્વરધામ, યોગેશ્વર મંદીરની બાજુમા, રોડ પર હેલ્થ વર્કસની ટીમ સાથે મનીશાબેન પાલાભાઈ ઓડીચએ બોલાચાલી કરી હતી. મહિલાએ પોતાના બાળકને પોલીયોના ટીપા નહી પીવડાવવા બાબતે તેણીની અને સાથેના સ્ટાફને ભુંડી ગાળો બોલી, ફીમેલ હેલ્થ વર્કર દીક્ષીતાબેન કટારીયા, એફએચડબ્લ્યુ રાકેશ્વરીબેન સોલંકી, એમપીડબ્લ્યુ રઘુભાઈ મકવાણા અને મહેશભાઈ ચોહાણની ટીમ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. બાળકોને ટીપા નથી પીવડાવવા એમ કહી રોડ પર એક બાળકને ટીપા કેમ પીવડાવ્યા ? એવું કહી હુમલો કરી થપાટો-ઠોસા મારી, ફરજમાં રુકાવટ કરી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી.આ બનાવ અંગે પોલીસે આરોપી મહિલા સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

NO COMMENTS