જામનગર: પોતાના જ નવજાત સંતાનની હત્યાનો જેના પર આરોપ લાગ્યો એ જનેતા કોણ છે?

0
1074

જામનગર: જામનગરમાં ગત સપ્તાહે ચોક્કસ વિસ્તારમાંથી મૃત અવસ્થામાં નવજાત શિશુ મળી આવ્યું હતું. પોતાનું પાપ છુપાવવા અજાણી જનેતાએ જન્મ આપી નવજાતને ત્યજી દીધું હોવાનું પોલીસનું અનુમાન ત્યારે ખોટું પડ્યું જયારે પીએમ રીપોર્ટમાં નવજાતની હત્યા થઇ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી, પોલીસે શહેરના જુદા જુદા વિસ્તારના સીસીટીવી ફૂટેજનું બારીકાઇથી પરીક્ષણ કરી એ જનેતા સુધી પહોચી સમગ્ર પ્રકરણની તપાસ કરી હતી.

જામનગરમાં અઠવાડિયા પૂર્વે ત્રણ દરવાજા પાસે જૂની ભંગાર બજાર રોડ પરથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં બાળકને શારીરિક ઈજાઓ પહોચાડી મારી નાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. ઢીકા અને શરીર પર નહોર ભરાવી બાળકને ઈજા પહોચાડવામાં આવતા બાળકનું મૃત્યુ થયું હોવાનું બહાર આવતા પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે ત્રણ દવાવાજા આસપાસના ચોતરફના વિસ્તારના સીસીટીવી ફૂટેજ એકત્ર કરી ચેક કર્યા હતા. જેમાં ચોક્કસ મહિલાની શંકાસ્પદ હિલચાલ સામે આવી હતી. જેને લઈને પોલીસે તેણીની ઓળખ મેળવી તેના ઘર સુધી તપાસ લંબાવી હતી. જેમાં મહિલા હાલ હોસ્પિટલમાં દાખલ હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે જીજી હોસ્પિટલ તપાસ કરતા મહિલા એક વોર્ડમાં સારવાર લઇ રહી હોવાની વિગતો સામે આવી હતી. પોલીસે મહિલા સામે શિશુ હત્યાનો ગુનો દાખલ કરી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા પોલીસે કેના મહેતા નામની જનેતાની ધરપકડ કરી હતી.

પોતે બાળકીને ત્યજી સ્થળ પરથી નીકળી ગઈ હતી એમ તેણીએ જણાવી હત્યા કરી ન હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોલીસે તેણીને કોર્ટ સમક્ષ રજુ કરી હતી. કોર્ટે તેણીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here