જામનગર : GPCBના અધિકારી અંગે ACBને કોણે આપી ટીપ્સ ?

0
739

જામનગર : જામનગર પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ઇન્ચાર્જ અધિકારી પાસેથી મળી આવેલ રોકડ રકમની ટીપ્સ એસીબી પાસે ક્યાંથી મળી ? તેને લઈને હાલ શહેરમાં ચર્ચાઓનું બજાર ગરમ થયું છે. ત્યારે આવતી કાલ સુધીમાં રકમને લઈને ફોડ પડી જશે એમ એસીબીના સુત્રોએ જણાવ્યું છે.

એસીબીની ટીમે આજે અધિકારીને સાથે રાખી તેમના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જામનગર પ્રદુષણ નીયંત્રણ બોર્ડના ઇન્ચાર્જ અધિકારી બી જી સુત્રેજાને આજે ગાંધીનગર ખાતે સ્થાનિક એસીબીએ રૂપિયા પાંચ લાખની રોકડ સાથે આંતરી  લીધા છે. રાજકોટ પ્રદુષણ બોર્ડની કચેરીમાં કાયમી ફરજ પર રહેલા અને જામનગર ઓફિસનો ચાર્જ સંભાળતા અધિકારી સુત્રેજા જામનગરમાં પણ વિવાદાસ્પદ રહ્યા છે.

આજે સવારે તેઓ પોતાની કાર સાથે ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે એસીબીની ટીમે તેઓને અર્થ રસ્તે જ રૂપિયા પાંચ લાખથી વધુ રકમ સાથે પકડી પાડ્યા હતા. આ રકમ અપ્રમાણસરની છે કે કેમ અને તેમજ આ અધિકારીના ઘર પર પણ સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે. અધિકારી આ રકમ અંગે ચોક્કસ ખૂલાસો નહી કરી શકતા એસીબીની ટીમે આ અધિકારી સામે અપ્રમાણસરની મિલકત સંબંધીત ગુનો નોંધવા સહિતની એસીબીની ટીમે કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ અધિકારી પર એસીબીના સકંજાને લઈને જામનગરમાં ચર્ચાઓનો દોર શરુ થયો છે.

જીપીસીબી કચેરીની નજીકના સુત્રોનું માનવામાં આવે તો તેની જ ઓફિસમાંથી ખેલ પડી ગયો છે, આ વાતને માની લેવામાં આવે તો શું અધિકારીની ઓફીસના જ કોઈ સ્ટાફ દ્વારા એસીબીને ટીપ્સ આપવામાં આવી છે. તો બીજી તરફ અમુક ચર્ચાઓ એવી પણ ચાલી રહી છે કે જામનગર અને રાજકોટના કોઈ ઔદ્યોગિક એકમો સાથે થયેલ વિવાદને લઈને એસીબીની ટીમને ટીપ્સ આપવામાં આવી છે. જો કે સત્ય શું છે તે તો એસીબી અને એસીબીની તપાસ દરમિયાન જ ફોડ પડશે. બાકી હાલ અધિકારી પર એસીબીની ઘોંસને લઈને અન્ય સરકારી કચેરીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

NO COMMENTS