આયુષ મંત્રાલય હેઠળ જામનગરમાં WHO GCTM ની સ્થાપના કરવામાં આવશે. સમગ્ર વિશ્વમાં પરંપરાગત ચિકિત્સા પધ્ધતિઓ માટે આ પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક કેન્દ્ર હશે. WHO GCTM વૈશ્વિક સુખાકારીના કેન્દ્ર તરીકે ઉભરી આવશે, પુરાવા આધારિત સંશોધન, તાલીમ અને પરંપરાગત દવા માટે જાગૃતિને પ્રોત્સાહન આપશે.
1. સમગ્ર વિશ્વમાં આયુષ પ્રણાલીઓને એક જ સ્થળે સ્થાન મળશે
- પરંપરાગત દવાને લગતી વૈશ્વિક આરોગ્ય બાબતો પર નેતૃત્વ પૂરું પાડશે.
- પરંપરાગત દવાઓની ગુણવત્તા, સલામતી અને અસરકારકતા, સુલભતા અને તર્કસંગત ઉપયોગની ખાતરી કરવા. 4. ડેટા એકત્ર કરવાના વિશ્લેષણો અને અસરનું મૂલયાંકન કરવા માટે સંબંધિત તકનીકી ક્ષેત્રો, સાધનો અને પદ્ધતિઓમાં નિયમો, ધોરણો અને માર્ગદર્શિકા વિકસાવવા. હાલની TM ડેટા બેંકો, વર્ચ્યુઅલ લાઇબ્રેરીઓ અને શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓના સહયોગથી WHO TM ઇન્ફોર્મેટિક્સ સેન્ટરની કલ્પના.
- ઉદેશ્યોની સુસંગતતાના ક્ષેત્રોમાં વિશિષ્ટ ક્ષમતા નિર્માણ અને તાલીમ કાર્યક્રમો વિકસાવવા અને કેમ્પસમાં તાલીમ કાર્યક્રમો યોજવા અથવા વેબ-આધારિત અને WHO એકેડેમી અને અન્ય વ્યૂહાત્મક ભાગીદારો સાથે ભાગીદારી દ્વારા કરશે.
વચગાળાનાં કાર્યાલયનો હેતુ પુરાવા અને નવીનતાની પેઢી, પરંપરાગત દવા માટે આર્ટિફિશ્લ ઇન્ટેલીજન્સી આધારિત ઉકેલો, કોક્રેન સાથે મળીને પદ્ધતિસરની સમીક્ષાઓ, WHO GPW 13 (કાર્યનો તેરમો જનરલ પ્રોગ્રામ 2019-2023) સમગ્ર પરંપરાગત દવાઓના ડેટા પર વૈશ્વિક સર્વેક્ષણ અને WHO GCTMના મુખ્ય કાર્યાલયની સ્થાપના માટે વ્યાપાર કામગીરી અને વહીવટી પ્રક્રિયાઓ, સાસ્વત વિકાસ અને વ્યવસ્થાપન તેમજ ક્રોસ કટિંગ કાર્યો પર આશાવાદી અભિગમ સાથે વિકાસ લક્ષ્યાંકો, પરંપરાગત દવા સામાજિક-સાંસ્કૃતિક અને જૈવવિવિધતાનો વારસો વ્યાપકપણે વિતરિત કરવાનો છે. WHO GCTM પરંપરાગત દવા સંબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થય બાબતો પર નેતૃત્વ પૂરું પાડશે તેમજ પરંપરાગત દવા સંશોધન, પ્રથાઓ અને જાહેર આરોગ્ય સંબંધિત વિવિધ નીતિઓ ઘડવામાં સભ્ય દેશોને સમર્થન આપશે.
આયુષ મંત્રાલયે WHO સાથે આયુવેદ અને યુનાની પ્રણાલિની તાલીમ અને પ્રેક્ટિસ પર બેન્ચમાર્ક દસ્તાવેજો વિકસાવવા, રોગોનાં આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ-11ના પરંપરાગત દવા પ્રકરણમાં બીજું મોડયુલ રજૂ કરવા, એમ-યોગા જેવી એપ્લિકેશનો વિકસાવવા સહિત ઘણા મોરચે સહયોગ કર્યો છે અને ઈન્ટરનેશનલ ફાર્માકોપિયા ઑફ હર્બલ મેડિસિન (આઈપીએચએમ) અને અન્ય સંશોધન અભ્યાસો વગેરેના કામને સમર્થન આપ્યું છે.
WHO સાથે મળીને આગામી WHO- GCTM અને અન્દ્ય વિવિધ પહેલો ભારતને સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવાને સ્થાન આપવામાં મદદ કરશે. ભવિષ્યમાં આ કેન્દ્ર થકી આયુર્વેદ વૈશ્વિક ફલક પર એક નવું સિમાચિન્હ અંકિત કરશે તેવો આશાવાદ વ્યક્ત કયો છે. સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવા માટે આ પ્રથમ અને એક માત્ર વૈશ્વિક દુરનુ કેન્દ્ર જામનગરમા કાર્યરત થશે. ફરી વિશ્વસ્તરની સંસ્થા મળતા ગુજરાત અને જામનગરને ગૌરવભૈરનુ સ્થાન અને ઓળખ મળી છે.