જામનગર: એવી તે શી મુશીબત આવી કે યુવાને ગળું વાઢી આપઘાત કર્યો ???

0
688

jamnagar updates: જીંદગી જિંદાદિલીનું નામ છે. સુખ દુખ આશા નિરાશા, ચડાવ ઉતાર આવ્યા જ કરે છે. જો આવી વિટંબણા ન હોય તો જીવન જીવન જ ન કહેવાય, પણ જયારે કપરો સમય આવે છે ત્યારે જ ખરી કસોટી થતી હોય છે એ કસોટી પાર કરવામાં અમુક લોકો નાશીપાસ થઇ જાય છે અને જાને પોતાનું સર્વસ્વ નાશ પામ્યું હોય એવી લાગણી સાથે જીવતરનો અંત આણતા હોય છે. આવો જ એક બનાવ જામનગર જીલ્લાના જામજોધપુર પંથકમાંથી સામે આવ્યો છે. જેમાં જીવનની મુશ્કેલીઓ સામે ઘુટણ ટેકવી દઈ એક યુવાને કમકમાટીભર્યો આપઘાત કર્યો છે. પોતાનું જ ગળું જાતે વાઢી યુવાને જીવતર ટુકાવ્યું છે.

જીવતરના અંતિમ પડાવમાં પહોચેલ વૃદ્ધ હોય કે પ્રૌઢ, આધેડ હોય, યુવાન હોય કે કિશોર કે પછી દુનિયાદારી અજાણ બાળક હોય જામનગર જિલ્લામાં તમામ વયજૂથમાં આપઘાતનું પ્રમાણ વધતું જાય છે. ગત સપ્તાહે જામનગરમાં નવ વર્ષીય બાળકે ગળાફાસો ખાઈ જીવતરનો અંત આણ્યા બાદ વધુ એક આપઘાતનો કરુણ બનાવ બન્યો છે. જામજોધપુર તાલુકા મથકે રેલ્વે સ્ટેશનની સામે આવેલ સોમનાથ સોસાયટીમાં રહેતા સામુભાઇ ઉર્ફે સામો રણમલભાઇ સીદાભાઇ હરીયાણી ઉ.વ.૩૨ નામના યુવાને પોતાના ઘર નજીક રોડ પર ગત તા. ૩૦ મીના રોજ પોતાની જાતે ગળાના ભાગે પોતે છરી મારી આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની જાણ થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

આ બનાવ અંગે મૃતક સામુંભાઈના બહેન આલુંબેને પોલીસમાં નિવેદન નોંધાવ્યું હતું. જેમાં ભાઈના આપઘાત પાછળનું કારણ સામે આવ્યું હતું. છેલ્લા દોઢેક મહીનાથી સામુંભાઈ ગુમસુમ રહેતો હતો.. પોતાના તથા ભાઇ બહેન ના લગ્ન સબંધ થતા ના હોવાથી તેમજ ઘરમા એક બહેન માનસીક રીતે બીમાર હોવાથી તેઓ આવી સ્થિતિમાં મુકાયા હતા. આ સામાજિક ચીંતામા સતત ગુમસુમ રહ્યા બાદ સામુંભાઈએ પોતાની રીતે ઘરેથી છરી સાથે નીકળી જઇ ઘરથી થોડે દુર જઈ પોતાની જાતે જ ગળે છરી હુલાવી દઈ આપઘાત કર્યો હતો.

NO COMMENTS