જામનગર: સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં સોશિયલ મીડિયામાં હંમેશા છવાયેલા રહેતા રાજદીપસિંહ રીબડા અને તેના કાફલા સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીકના ટોલનાકે થયેલ કથિત બબાલ થઇ હોવાનું સુત્રો માંથી જાણવા મળ્યું છે. . સૂત્રોનું માનવામાં આવે તો કાર ઓવરટેક કરવા બાબતે ખંભાળિયા ભાતેલના ક્ષત્રિય યુવાન સાથે થયેલ બોલાચાલી બાદ રાજદીપસિંહના બોડીગાર્ડએ ક્ષત્રિય યુવાન સાથે જપાજપી કરી હતી અને તોડફોડ કરી હતી. આ જ બાબતને લઈને સલાયાથી પરત ફરી રહેલ રાજદીપસિંહ રીબડા અને તેના કારના કાફલાને ક્ષત્રિય યુવાનોએ રોકી લેવામાં આવ્યો હતો .
બીજી વખતના થયેલ બબાલ દરમિયાન રાજદીપસિંહ રીબડા અને બોડીગાર્ડસ સહિતની ટીમ સાથે ઝપાઝપી થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. સૂત્રોનું માનવામાં આવે તો આ બનાવને લઈને દેવભૂમિ દ્વારકા અને જામનગર ભાજપાના ઉચ્ચ હોદ્દેદારો તેમજ બંને જિલ્લાની પોલીસ મોડી રાત સુધી કામે લાગી હતી અને વહેલી સવારે સમાધાન થયું હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. જોકે આ બાબત કોઈ પોલીસ ફરિયાદ થઇ નથી એમ જાણવા મળ્યું છે.
રાજદીપસિંહ રીબડા અને તેના કાફલા સાથે જામખંભાળિયા ટોલનાકા પર થયેલી બબાલ ત્યારે સામે આવી જ્યારે સોશિયલ મીડિયામાં બે યુવાનોનો વિડીયો વાયરલ થયો, આ કથિત વીડિયોમાં રાજદિપસિંહ રીબડા અને તેના કાફલાને બેફામ ગાળો દેવામાં આવી રહી છે અને પડકાર ફેંકવામાં આવી રહ્યો છે. સૂત્રોનું માનવામાં આવે તો ગઈકાલે સલાયા ખાતે એક કવાલીના પ્રોગ્રામમાં રાજદીપસિંહ રીબડા અને તેની ટીમ હાજરી આપવા માટે આવી હતી. આ કાફલો ખંભાળિયા નજીક પહોંચ્યો ત્યારે ટોલનાકે પાસે કાર ઓવરટેક કરવા બાબતે ખંભાલિયા શહેર ભાજપના હોદ્દેદાર એવા એક ક્ષત્રિય યુવાન સાથે રાજદીપસિંહ રીબડાના બોડીગાર્ડને બોલાચાલી થઈ હતી અને આ મામલો મારામારી અને તોડફોડ પર ઉતરી આવ્યો હતો.
આ જ ઘટના બાદ ખંભાળિયાના ક્ષત્રિય યુવાનો એકત્ર થઈ ગયા હતા અને સલાયા ખાતેના કાર્યક્રમને પૂર્ણ કરી રાજદિપસિંહ રીબડા અને તેનો કાફલો પરત ફરી રહ્યો હતો ત્યારે આ જ ટોલનાકા પર ફરી બબાલ થઈ હતી. જેમાં રાજદીપસિંહ રીબડાના બોડીગાર્ડને માર મારવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટનાને લઈને દેવભૂમિ દ્વારકા પોલીસ અને જિલ્લા ભાજપની ટીમ સક્રિય થઈ ગઈ હતી અને રાત્રે જ ટોલનાકે પહોંચી પો મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો અને મોડી રાત્રે સમાધાન થયું હોવાની વિગતો જાણવા મળી રહી છે.
વધુમાં એવી પણ વિગતો સામે આવી રહી છે કે ટોલ નાકા પરના સીસીટીવી ફૂટેજ પણ ડીલીટ કરી નાખવામાં આવ્યા છે. સાચું જે હોય તે પણ વાયરલમાં યુવાનોની ઉગ્રતાને માપી લેવામાં આવે તો મામલો મારામારી અને તોડફોડ સુધી સુધી પહોંચયો હોવાનું સામે આવે છે. જો કે આ બાબતે જિલ્લા પોલીસ વડા સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો પણ સંપર્ક થઇ શક્યો નથી.
બીજી જાણવા મળતી વિગતો મુજબ આ ઝઘડો ખંભાલીયા ક્ષત્રીય સમાજના નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્ર અને હાલના યુવા ભાજપના કાર્યકર અને તેની ટીમ રાજદીપસિહ રીબડાની ટીમ વચ્ચે થયો હતો, જો કે આ બનાવ માત્ર ટોલનાકા પુરતો જ સીમિત રહી ગયો છે. જો કે વિડીયો વાયરલ થયા બાદ આ મુદ્દો ટોકિંગ પોઈન્ટ બન્યો છે.