જામનગર : આખરે જે બદલીઓની છેલ્લા એક વર્ષથી વાટ જોવાઇ રહી હતી તે બદલીઓ પર આખરી મહોર લાગી છે. શનિવારે મોડી રાત્રે રાજ્યના 74 IPS અને
SPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં સંજય શ્રીવાસ્તવને અમદાવાદના પોલીસકમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે સુરત પોલીસ કમિશનર તરીકે અજય તોમર અને આર.બી. બ્રહ્મભટ્ટને વડોદરાના પોલીસકમિશનર તરીકે મુકવામાં આવ્યા છે. અભય ચુડાસમાની ગાંધીનગર રેન્જ આઇજી તરીકેબદલી કરવામાં આવી છે.
આપણા હાલારની વાત કરવામાં આવે તો જામનગરના એસપીની બઢતી સાથે સુરતના ટ્રાફિક અને ક્રાઇમમાં એડિશનલ કમિશનર ઓફ પોલીસ તરીકે બદલી કરવામાં આવી છે .જ્યારે જામનગરના એસપી તરીકે ડાંગ-આહવાથી એસપી શ્વેતા શ્રીમાળીની નિમણૂક કરવામાં આવી છે. બીજી તરફ દેવભૂમિ દ્વારકા એસપી રોહન આનંદને અમદાવાદ જેલ વિભાગના એક્સ કેડરના સુપ્રિટેન્ટડેટ તરીકે બદલી કરવામાં આવી છે.
જામનગરના એસપી શરદ સિંઘલ કોરોના કાળ માં કરેલ કામગીરીને જિલ્લો ક્યારેય નહીં વિસરી શકે. આ ઉપરાંત જિલ્લા ભરમાં ગંભીર ગુનાઓ પર કન્ટ્રોલ અને ડિટેક્શન પર શીંધલએ મજબૂત પક્કડ બનાવી હતી.
હવે જ્યારે જામનગરથી વિદાય લઈ રહ્યા છે ત્યારે એસપી શરદ સિંઘલને નવી જવાબદારી માટે શુભકામનાઓ અને નવા વરણી પામેલા એસપી શ્વેતામેમને જામનગર અપડેટ્સ અનહદ આવકાર આપે છે. વેલ કમ શ્વેતા મેમ