જામનગર : કોરોના ચેઈન તોડવા આ ત્રણ દિવસ સુધી જામનગરમાં સ્વૈચ્છિક લોકડાઉન

0
705

જામનગર : સતત વધતા જતા કોરોનાં ગ્રાફ વચ્ચે તંત્ર તમાશો જોઈ રહ્યું છે. રાજકીય નેતાઓ કોરોના સબંધિત સારવાર અને સેવાના નવા નવા ઉદ્ધાટન કરવામાં વ્યસ્ત છે. ત્યારે જામનગરમાં કોરોનાની ચેઈન તોડવા માટે વેપારી મંડળો દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. મોટા ભાગના વ્યાપારી મંડળોએ સાથે મળી શુક્રવારથી માંડી રવિવાર સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે.

જામનગરમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે….દરરોજ ૩૦૦ ઉપરાંત દર્દીઓ ઉમેરાઈ રહયા છે….૧૪૦૦ બેડ ધરાવતી શહેરની કોવીડ હોસ્પિટલ છેલ્લા ત્રણ દિવસથી ફૂલ છે…કોરોનાના સતત વધી રહેલ દર્દીઓ અને સારવારની  મર્યાદાને લઈને જીલ્લા પ્રશાસન પણ ચિંતામાં મુકાયું છે….ત્યારે કોરોનાની આ ચેઈન તોડવા માટે જુદા જુદા વ્યાપારી મંડળોએ આજે મીટીંગ યોજી હતી…..જામનગર ચેમ્બર ઓફ કોમર્સ…ગ્રીન સીડ્સ એન્ડ મર્ચન્ટ એસોસીએશન અને બ્રાસપાર્ટ ઉધ્યોગ સંગઠન દ્વારા યોજાયેલ મીટીંગમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે…કોરોનાની આ ચેઈન તોડવા માટે શહેરના તમામ વ્યાપારી એકમો આગામી શુક્રવારથી રવિવાર સુધી સદંતર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે….જો કે આ નિર્ણય સ્વૈચ્છિક જાહેર કરાયો હોવાથી તેની અસર કેવી રહેશે એ જોવું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here