જામનગર: સોશ્યલ મીડિયાનો શાણપણથી ઉપયોગ કરજો નહિતર થશે પોલીસ ફરિયાદ

0
672

જામનગર: સોશ્યલ મીડિયાનો ખરો ઉપયોગ કરી જાણે એ મહારથી, નહિતર પોલીસ દફતરમાં આવેલ લોકઅપના સળિયા પણ ગણવા પડી શકે છે. જામનગરના એક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી થયેલ પોસ્ટએ ભારે વિવાદ જગાવ્યા બાદ ફરિયાદ દાખલ થઇ છે. સીટી એ ડીવીજન પોલીસ દફતરમાં એ એકાઉન્ટ ધારક સામે કોમી વૈમનસ્ય ફેલાય તે રીતે પોસ્ટ કરવા સબબ ફરિયાદ દાખલ થઇ છે.

જ્યારથી સોશ્યલ મીડિયા વૈશ્વિક બન્યું ત્યારથી સમાજના શાંતિભર્યા વાતાવારણને કલુસિત કરતા સંદેશ, વિડીઓ અને ફોટાઓ અવારનવાર પ્રસારિત થતા રહ્યા છે. આવા તત્વો સામે કાયદો ઘડી સરકારે અંકુશ મુકવાના અને આવા સખ્સોને પાઠ ભણાવવા પ્રયાસો કર્યા છે. છતાં પણ કોઈ ને કોઈ સ્થળેથી સામાજિક-ધાર્મિક વાતાવરણ જોખમાય એવા સંદેશાઓ વિડીઓ પ્રસારિત થતા જ રહ્યા છે. આવો એક કિસ્સો જામનગરથી સામે આવ્યો છે.

સીટી એ ડીવીજન પોલીસ દફતરમાં સોશ્યલ મીડીયાના ગેર ઉપયોગ કરનાર સખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના રંગુનવાલા હોસ્પિટલ પાસે રહેતા એક સખ્સે પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મમાં ગાય માતા અંગે કટાક્ષ કરતી વિવાદિત પોસ્ટ મૂકી હતી. જેને વિવાદ જાગ્યો હતો. હિંદુ અને મુસ્લિમ કોમ વચ્ચે શાંતિ ભર્યું  વાતાવરણ તંગદીલીભર્યું બને એવી આ પોસ્ટને લઈને વિવાદ થયો હતો. આ બાબતને લઈને શહેરના એક નાગરિકે પોસ્ટ સેર કરનાર સખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સીટી એ ડીવીજનમાં ફરિયાદ નોંધાવી છે.

સીટી એ ડીવીજન પોલીસે આઈપીસી કલમ-૧૫૩(ક), ૨૯૫(ક), ૫૦૪ (બી.એન.એસ.) કલમ૧૯૬,૨૯૯,૩૫૨ મુજબ પોસ્ટ મુકનાર સખ્સ સામે ફરિયાદ નોંધી છે. ઈદના દિવસે મુકાયેલ પોસ્ટમાં કોમી વિખવાદ થાય  એવું  લખાણ લખવામાં આવ્યું હતું. જેને લઈને પોલીસ હિન્દુ ધર્મની લાગણી દુભાઇ અને ઠેસ પહોચે તેમજ બે કોમ વચ્ચે દુશ્મનાવટ નુ વાતાવરણ ઉભુ થાય તેમજ જાહેર શુલેહ શાંતીનો ભંગ થાય તેવુ કૃત્ય કરવા બદલ આરોપી સામે ફોજદારી રાહે કાર્યવાહી કરી છે.

શહેરની સામાજિક શાંતિ યથાવત રહે એ હેતુથી આરોપીનું નામ અને પોસ્ટના લખાણની વિગતો જાહેર કરતા નથી પરંતુ યુવા પેઢીને સંદેશો આપીએ સમાજમાં શાંતિ અને સલામતી ઉભી થાય એવું વાતાવરણ શોશ્યલ મીડિયાના સહારે ઉભું કરીએ, સ્વસ્થ સમાજનું ત્યારે જ નિર્માણ થાય  જયારે આપને સભાન અને પરિપક્વ બની સમાજ વ્યવસ્થાનો હિસ્સો બનીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here