જામનગર: વનકર્મીઓએ નવતર રીતે કરી વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી

0
381

રાજ્ય વનરક્ષક,વનપાલ કમૅચારી મંડળ ગાંધીનગરનાં આદેશ થી સમગ્ર ગુજરાતમાં વનરક્ષકો અને વનપાલો દ્વારા પોતાની પડતર માંગણીઓ ને લઈને છેલ્લા એક સપ્તાહથી અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આયોજીત કરી સરકાર દ્વારા તેઓની માંગણી સંતોષવામા આવે તેવી માંગ કરી રહ્યા છે.


શનિવારે ગુજરાત નાં પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાં ૭૨ માં જન્મ દિન પ્રસંગે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા નાં વનરક્ષકો અને વનપાલો નાં કર્મચારી મંડળ દ્વારા જામનગર મુકામે વૃક્ષારોપણ નો કાર્યક્રમ આયોજિત કરી પોતાની પડતર માંગણીઓ સાથે સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.


જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા નાં વનરક્ષકો અને વનપાલો નાં કર્મચારી મંડળ દ્વારા વડાપ્રધાન નાં જન્મ દિન પ્રસંગે આયોજિત આ વૃક્ષારોપણ નાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જિલ્લામાંથી વનરક્ષકો અને વનપાલો એ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરી પોતાની પડતર માંગણીઓ જેવી કે વનરક્ષકો ને રૂ ૨૮૦૦ નાં ગ્રેડ પે અને વનપાલો નાં રૂ.૪૨૦૦ ગ્રેડ પે આપવામાં આવે,રજા પગાર અને ૧:૩ નો બઢતી નો રેશિયો અને અન્ય મળવા પાત્ર તમામ લાભો આપવા, અને નોકરીનાં કલાકો નક્કી કરવા જેવા વિવિધ પડતર પ્રશ્નો સરકાર દ્વારા તાત્કાલિક સંતોષવામાં આવે તેવી માંગ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here