જામનગર: બેરોજગાર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર યુવાને કર્યો આપઘાત

0
1607

જામનગર તાલુકાના સિક્કા ગામે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ આપઘાત કરી લીધો છે. ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ લાયકાત મુજબ નોકરી ન મળતા, સતત ટેન્શનમાં રહેતા યુવાને બેકારીથી કંટાળી અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. હોશિયાર પુત્રના આપઘાતના પગલે હોમગાર્ડની નોકરી કરતા પિતા સહિતના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

જામનગર જિલ્લામાં આપઘાતનો વધુ એક કરુણ બનાવ સામે આવ્યો છે.  જામનગર તાલુકાના સિક્કા ગામે પંચવટી સોસાયટી પાછળ આવેલ ઓમીન સ્કૂલની બાજુમાં રહેતા ધવલભાઇ જયેશભાઈ રાવલ નામના 25 વર્ષે યુવાને ગત તારીખ સાતમીના રોજ બપોરે અઢી વાગ્યાથી રાત્રિના 11:00 વાગ્યા ના ગાળા દરમિયાન પોતાના ઘરે સીલીંગ ફેન માં સાડી બાંધી ગળાફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકના પિતા જયેશભાઈએ જાણ કરતાં સિક્કા પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ મૃતકનો કબજો સંભાળી, હોસ્પિટલ ખસેડી, પી એમ વીધી પાર પાડી હતી. પોલીસે મૃતકના પિતા જયેશભાઈનું નિવેદન નોંધ્યું હતું. 

મૃતક જયેશ ભણવામાં ખૂબ જ હોશિયાર હોય અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પણ કર્યો હોવાનું સામે આવ્યું હતું. જોકે લાંબા સમય સુધી ધવલને લાયકાત પ્રમાણે શોભે તેવી નોકરી મળતી ન હોવાથી તે સતત ટેન્શનમાં રહેતો હતો  પોતાને નોકરી ન મળવાને કારણે ઘરમાં બેકાર બેસી રહેલ ધવલ આખરે જીવતરથી કંટાળી ઘરના પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ બનાવના પગલે હોમગાર્ડ તરીકે નોકરી કરતા પિતા જયેશભાઈ રાવલ સહિતના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here