જામનગર : પોર્ટ વિસ્તારમાં સંતાડવામાં આવેલ બે કિલો ડ્રગ્સ પકડાયું, જાણો સમગ્ર વિગતો

0
1412

જામનગર : મોરબી જિલ્લામાંથી ઝડપાયેલા 600 કરોડના ડ્રગ્સ કાંડમાં સંડોવાયેલા આરોપીઓએ ડ્રગ્સનો વધુ જથ્થો જામનગર પંથકમાં સંઘર્યો હોવાની રિમાન્ડ દરમિયાન કબૂલાત આપતા આજે જામનગર સ્થાનિક પોલીસ અને ગુજરાત એટીએસએ સહિયારું ઓપરેશન હાથ ધરી જમીનમાં દાટેલ 10 કરોડની કિંમતના ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો હતો.

ડ્રગ્સ મામલે દેશભરમાં સૌરાષ્ટ્ર ચર્ચાનો વિષય બન્યું છે સૌ પ્રથમ દેવભૂમિ દ્વારકામાંથી ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયા બાદ મોરબી જીલ્લાના નવલખી નજીકના ઝીંઝુડા ગામેથી એટીએસ દ્વારા ૫૮૩.૨૫ લાખની કિમતના ૧૧૮.૬૫૦ કિલો ડ્રગ્સ સાથે ત્રણ સખ્સોને દબોચી લેવાતા રાજ્યભરમાં ચકચાર મચી ગઇ હતી. આ ડ્રગ્સના કાળા કારોબારમાં સંડોવાયેલ અને હાલ પોલીસ રિમાન્ડમાં રહેલા આરોપીઓએ પોલીસની આકરી પૂછપરછ દરમિયાન વધુ જથ્થા અંગે કબૂલાત આપી હતી. એટીએસની ટિમ દ્વારા ગત તા . ૨૧ / ૧૧ / ૨૦૨૧ ડ્રગ્સ કાંડમાં વધુ ૪ આરોપીઓની અટક કરવામાં આવેલ તથા તેઓના રીમાન્ડ લેવા માટે કોર્ટમાં રજુ કરાયા હતા. આ દરમિયાન કોર્ટે આરોપીઓના ૧૦ દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. જે આરોપીઓની રીમાન્ડ દરમ્યાન પૂછપરછ કરતા જાણવા મળેલ કે પકડાયેલ આરોપી રહીમ હાજી , અકબર જાતે નોડે , (ઉ.વ. ૩૫) રહે. જોડીયા , મોટા વાસ, બંદર રોડ, તા . જોડીયાવાળાએ આ ગુનામાં અગાઉ પકડાયેલ આરોપી અનવર ઉર્ફે અન્નુ મુસ્સાભાઇ પટેલીયાની સાથે બોટ લઈ જૌના દરીયામાંથી હેરોઇનનો જથ્થો લાવેલ હતો. જે જથ્થામાંથી અમુક જથ્થો રહીમહાજીએ પોતાની પાસે સંતાડી રાખેલ હોવાનું જણાવ્યુ હતું.જેને પગલે એ.ટી.એસ.ની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી આ રહીમ હાજીના જણાવ્યા મુજબ તેને સાથે રાખી જામનગર , બેડી રોડ ખાતેથી વધુ ૨ કીલો હેરોઇનનો જથ્થો શોધી કાઢી તપાસાર્થે કબજે કરેલ છે જેની કિંમત આશરે રૂ . ૧૦ કરોડની થાય છે. આ પ્રકરણમાં એટીએસની ટિમ દ્વારા ઊંડી તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે.

NO COMMENTS