જામનગર: ટ્રકે કારનું કચુંબર કરી નાખ્યું, કાર સવાર વ્યક્તિઓનો ચમત્કારીક બચાવ

0
615

જામનગરમાં લાલપુર બાયપાસ ચોકડી પાસે ગઈકાલે રાત્રે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકની ઠોકરે કાર ડિવાઈડર સાથે ટકરાઈને પડીકું વળી ગઈ હતી. સદભાગ્યે અંદર બેઠેલી વ્યક્તિને કોઈ જાનહાની થઈ ન હતી, અને ચમત્કારિક બચાવ થયો હતો.


આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસેથી ગઈકાલે રાત્રે અગિયારેક વાગ્યાના અરસામાં જી.જે.૧૦ જી.જી.૫૯૯૫ નંબર સ્વીફ્ટ કાર પસાર થઈ રહી હતી, જે દરમિયાન એક ટ્રક તેની બાજુમાં જ આવીને પસાર થયો હતો, અને બંને વાહનો એક જ લાઈનમાં ચાલતા હતા.
પરંતુ ટ્રકની ઠોકર વાગવાથી કાર ડિવાઇડર સાથે ટકરાઈ હતી, અને ટ્રક અને ડિવાઈડર વચ્ચે દબાઈ ને થોડે દુર સુધી ઢસડાતાં કારનું પડીકું વળી ગયું હતું.
સદભાગ્યે આ અકસ્માતમાં કારની અંદર બેઠેલી એક પણ વ્યક્તિને ઈજા થઈ ન હતી, અને ચમત્કારિક બચાવ થયો હતો. આ અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા, અને અકસ્માત ગ્રસ્ત કારની અંદર બેઠેલી વ્યક્તિઓને બહાર કાઢી લીધી હતી.
જો કે ટ્રક ચાલાક અકસ્માત સર્જીને ભાગી છૂટ્યો હતો. જે અકસ્માત મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here