જામનગર: વ્યાજના વિષચક્રમાં ફસાવી યુવાન અને તેના પરિવારને વ્યાજખોરોએ બરબાદ કરી નાખ્યો

0
720

જામનગરના ફાચરીયા ગામે રહેતા એક આસામી અને તેના પિતાને તથા સસરા-સાળાને વ્યાજના ચક્રમાં સપડાવી ૧૫ વ્યાજખોરોએ ૪૦ લાખની સામે ૮૧ લાખની વ્યાજ સહિતની મૂડી વસુલી ધાક ધમકીઓ આપી એક ટ્રેક્ટર અને ધંધો પચાવી પાડી યુવાન ધંધાર્થીને બરબાદ કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

સીટી બી ડીવીજન પોલીસમાં નોંધાયેલ ફરિયાદની વિગત મુજબ, જામનગર તાલુકાના ફાચરીયા ગામે રહેતા કમલેશ  રાજુભાઈ સોલંકીને ધંધાર્થે મોડા ગામના આરોપી  કનકસિંહ જાડેજાએ ૪,૦૦,૦૦૦ રૂપીયા ૧૦% વ્યાજ લેખે વ્યાજે આપ્યા હતા. આ મૂડી  પેટે તેઓએ રૂપિયા ૩,૬૦,૦૦૦ વસુલી લીધા હતા. છતા પણ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી સતત ત્રાસ આપી રહ્યા હતા. કનકસિંહ  ઉપરાંત તેઓના પુત્ર આરોપી જયરાજસિંહ એ પણ રૂપિયા ૫,૦૦,૦૦૦, ૧૦% વ્યાજે ધીરી રૂપિયા ૧૨,૦૦,૦૦૦ વસુલી લઇ કમલેશભાઈના એચ.ડી.એફ.સી. બેંકનો એક ચેક તેમજ તેઓના સસરા ખીમજીભાઇનાં કોરા બે ચેક અને સાળા સંજયભાઇનો એક ચેકમાં સહી કરાવી પોતાની પાસે રાખેલ અને કમલેશભાઈના  પિતાનો આશરે ૦૨-માસ પહેલા રૂ. ૭,૦૦,૦૦૦/- નો એસ.બી.આઇ. બેંક નો ચેક રીટર્ન કરાવી ફરિયાદ કરેલ છે.

આ ઉપરાંત કમલેશભાઈએ આરોપી જયદીપસિંહ જાડેજા પાસેથી ૩૦,૦૦૦ રૂપીયા ૧૦% વ્યાજ લેખે વ્યાજે લીધા બાદ રૂપિયા ૩૯,૦૦૦ ચુકવી આપેલ છતા પણ જયદીપસિંહ દ્વારા વ્યાજની સતત પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે. આટલું ઓછું હોય તેમ કમલેશ નુ કાળા કલરનુ એકટીવા ગાડી જટી ગીરવે રાખી લીધી છે. તેમજ આરોપી યોગેશભાઈ કોળીએ રૂપિયા ૧,૩૦,૦૦૦/- રૂપીયા ૬૦% વ્યાજ લેખે આપી રૂપિયા ૪,૬૮,૦૦૦ વસુલી, છતા પણ વ્યાજની પઠાણી ઉઘરાણી કરેલ અને કમલેશના એચ.ડી.એફ.સી. બેંક ખાતાના ત્રણ કોરા ચેકમાં સહી કરાવી લઇ લીધેલ હતાં. ત્યારબાદ આ ત્રણેય ચેકમા રકમ રૂપીયા ત્રણ-ત્રણ લાખ ભરી પોતાના અલગ-અલગ ત્રણ મિત્રોનાં એકાઉન્ટમાં ચેક નાખી તે ત્રણેય ચેક રીટર્ન કરાવી ત્રણેય ચેકની રકમ રૂ. ૯,૦૦,૦૦૦ વસુલવા માટે કમલેશ  સામે અલગ-અલગ કોર્ટમા ફરીયાદ કરેલ છે. કમલેશના સાળ સુરજભાઇએ પણ આરોપી પાસેથી રૂ.૨૦,૦૦૦ વ્યાજે લીધેલ હોય અને અમુક સમય વ્યાજની રકમ ચુકવ્યા બાદ તેને વ્યાજની રકમ ચુકવી નહી શક્તા આરોપીએ તેઓની પાસેથી તેના બેન્ક ખાતાના કોરા ચેક મા સહી કરાવી લઇ લીધેલ અને ત્યારબાદ આરોપીએ આ ચેકમા રકમ રૂપીયા ૨,૯૦,૦૦૦ની રકમ ભરી પોતાના મિત્રના એકાઉન્ટમાં ચેક નાખી તે ચેક રીટર્ન કરાવ્યો હતો અને તેઓના વિરૂધ્ધ કોર્ટમા ફરીયાદ કરી હતી.

જયારે શહેરમાં રામેશ્વરનગરમાં રહેતા આરોપી દુશ્યંતસિંહ ઝાલા (દરબાર)એ રૂપિયા ૧,૦૦,૦૦૦, ૩૦% વ્યાજ લેખે ૨,૪૦,૦૦૦ રૂપીયા ચુકવી આપેલ છતા પણ વ્યાજની પઠાણી ઉઘરાણી કરેલ અને દુકાને આવી ભુંડી ગાળો બોલી અને કમલેશના સસરા રહે.ગુલાબ કુવરબા આયુર્વેદીક હોસ્પિટલ ખાતે આવેલ મકાનના ઘરવખરીના સામાનમાં તોડફોડ કરી નુકશાની પહોચાડી હતી.જયારે આરોપી અભીરાજસિંહ રહે-નવાગામ ઘેડ વાળાએ  ૭૦,૦૦૦/- રૂપીયા ૧૦% વ્યાજ લેખે ૧,૦૫,૦૦૦ વસુલી, વધુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરેલ અને કમલેશભાઈની. દુકાને જઇ વાણી વિલાસ આચરી, કમલેશભાઈના એચ.ડી.એફ.સી. બેંક ખાતાના બે કોરા ચેકમાં સહી કરાવી લઇ લીધેલ હતાં. ત્યારબાદ બે પૈકીના એક ચેકમા રકમ રૂપીયા ૫,૦૦,૦૦૦/- અથવા ૭,૦૦,૦૦૦/- ભરી પોતાના એકાઉન્ટમાં ચેક નાખી તે ચેક રીટર્ન કરાવી તેઓના વિરૂધ્ધ કોર્ટમા ફરીયાદ કરી હતી.

જયારે આરોપી અર્જુનસિંહ જાડેજા રહે-નવાગામ ઘેડ વાળા અને આરોપી જયરાજસિંહ જાડેજા રહે-નવાગામ ઘેડ વાળાએ રૂપિયા ૪,૦૦,૦૦૦, ૧૦% વ્યાજ લેખે વ્યાજે આપી રૂપિયા ૧૪,૪૦,૦૦૦ વસુલી લીધા બાદ વધુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી, દુકાને આવી બન્ને આરોપીઓએ કમલેશના પિતા રાજુભાઇ મગનભાઇ સોલંકીના એસ.બી.આઇ. બેંક ખાતાનો એક કોરો ચેક તેની સહી વાળો લઇ, આ ચેકમા રકમ રૂપીયા ૬,૦૦,૦૦૦ની રકમ ભરી જયરાજસિંહના એકાઉન્ટમાં ચેક નાખી તે ચેક રીટર્ન કરાવી, કમલેશના પિતા વિરૂધ્ધ કોર્ટમા ફરીયાદ કરી હતી.

જયારે આરોપી હરપાલસિંહ ઝાલા રહે-ગાંધીનગરવાળા અને જયરાજસિંહે રૂપિયા ૨,૦૦,૦૦૦/- રૂપીયા ૧૫% વ્યાજ લેખે ૨,૭૦,૦૦૦ આપી, આ મૂડી પરત કરવા છતાં પણ આરોપીઓએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરેલ અને દુકાને જઇ ખરાબ શબ્દો ઉચ્ચાર્યા હતા.જયારે આરોપી સાદીકભાઈ સફીયા રહે-બેડેશ્વર વાળાએ પણ કમલેશને રૂપિયા નવ લાખની મૂડી ૧૨% વ્યાજ લેખે આપી, રૂપિયા ૨૫,૯૨,૦૦૦ વસુલી છતાં પણ ધંધામા બળજબરીપુર્વક ભાગીદારીનુ લખાણ કરાવી લીધેલ અને કમલેશના કોટક બેન્કના ખાતાના બે કોરા ચેકમાં તેઓની સહી કરાવી લઇ, એક ચેકમા રકમ રૂપીયા ૧૨,૦૦,૦૦૦ ભરી પોતાના એકાઉન્ટમાં ચેક નાખી,   ચેક રીટર્ન કરાવી કોર્ટમા ફરીયાદ કરી હતી.

જયારે આરોપી અતુલ મેઘાણંદભાઈ ગઢવી રહે-સરમત ગામના પાટીયા વાળાએ પણ કમલેશને રૂપિયા ૧૩,૦૦,૦૦૦, ૧૦% વ્યાજ લેખે  આપી, આ રકમ વસુલી લેવા છતાં  પણ વ્યાજની પઠાણી ઉઘરાણી કરેલ અને કમલેશના ધંધાની જગ્યાએ આવી બેસી ગયેલ અને કમલેશનો ચાલુ ધંધો પચાવી પાડી, કમલેશ સાથેએમ્યુઝમેન્ટ પાર્ક પાસે ભુતનાથ વડાપાઉ-૨ નામે ધંધો ચાલું કરેલ હતો તેમાં બન્ને સરખે ભાગે પાર્ટનરસીપ નક્કી કરી બંન્ને ધંધા પચાવી પાડી તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી કાઢી મુકયો હતો. આ ઉપરાંત કમલેશના પિતાની માલિકીનુ નવુ ટ્રેક્ટર ધમકાવીને લઇ લીધુ છે.

આ ઉપરાંત કમલેશના પિતા રાજુભાઇ મગનભાઇ સોલંકીના એસ.બી.આઇ. બેંક ખાતાના બે કોરા ચેકમાં સહી કરાવી લઇને પડાવી લીધા હતા.જયારે આરોપી સલીમભાઈ રહે- રામેશ્વર ગરબી ચોક વાળાએ ૩,૦૦,૦૦૦/- રૂપીયા વ્યાજે આપી, આ મૂડી કાર્ડમા ચુકવી આપેલ છતા પણ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે. જયારે જી-ફાઈનાન્સ ના માલિક ગાંધીનગર રોડ,જામનગર વાલાએ રૂપિયા ૧,૩૦,૦૦૦ કાર્ડમા આપી કમલેશના સાળા ના રૂપીયા ભરવાનુ ચાલુ છે છતા પણ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે.

જયારે આરોપી  રાજ આહિર રહે-રામેશ્વર વાળાએ ૬૦,૦૦૦/- રૂપીયા કાર્ડમા આપી, જે રકમ પૈકી કમલેશે અમુક રકમ ભરી આપેલ તેમ છતા વ્યાજની પઠાણી ઉઘરાણી કરી રહ્યો છે. તેમજ કમલેશનો એચ.ડી.એફ.સી. બેન્ક ખાતાનો એક કોરો ચેક લઇ લીધો છે.આ ઉપરાંત આરોપી વિજયસિંહ રાઠોડ રહે- જનતા ફાટક પાસે વાળાએ કમલેશની સહી વાળો રૂપિયા ૧,૦૦,૦૦૦ કાર્ડમા આપી, આ મૂડી ચૂકતે કરવા છતાં પણ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકીઓ આપી રહ્યા છે.

આમ આ તમામ ૧૫ આરોપીઓ પાસેથી જુદા-જુદા સમયે જુદી-જુદી ૧૫ ટકાવારી પ્રમાણે ૪૦,૩૦,૦૦ રૂપીયા લઇ આ રકમ સહીત રૂપિયા ૮૧,૪૪,૦૦૦ વ્યાજ સહીત ચૂકતે કરવા છતાં પણ તમામ આરોપીઓ વધુ વ્યાજ વસુલવા ધાક ધમકીઓ આપતા કમલેશે તમામની સામે ગેર કાયદે નાણા ધીરધાર કરી તગડું વ્યાજ વસુલી ધાક ધમકીઓ આપી જીવન હરામ કરી નાખ્યાની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે સીટી બી ડીવીજન પોલીસે તપાસ હાથ ધરી છે.

 કોની પાસેથી,  કેટલી રકમ ? કેટલા ટકાના વ્યાજે લેવાઈ? કેટલો વ્યાજ દર અને કેટલા ચોક્વ્યા ?

1)કનકસિંહ જાડેજા, ગામઃ,  રૂપિયા ૪,૦૦,૦૦૦/- ૧૦% ૩,૬૦,૦૦૦/- (૯-માસ, ૪૦,૦૦૦ લેખે)

२) જયરાજસિંહ કનકસિંહ જાડેજા (ગામઃ- મોડા) રૂપિયા ૫,૦૦,૦૦૦/- ૧૦% ૧૨,૦૦,૦

૦૦/- (૨૪-માસ, ૫૦,૦૦૦ લેખે)

3) જયદીપસિંહ જાડેજા,  રહે-જામનગર રૂપિયા ૩૦,૦૦૦/- ૧૦% ૩૯,૦૦૦/- (૧૩-માસ, ૩,૦૦૦ લેખે)

४) યોગેશભાઈ કોળી, રહે-ગુરૂદ્વારા ચોકડી પાસે જામનગર રૂપિયા ૧,૩૦,૦૦૦/- ૬૦% ૪,૬૮,૦૦૦/-

(૬-માસ, ૭૮,૦૦૦ લેખે)

૫) દુષ્યંતસિંહ ઝાલા (દરબાર) રહે-રામેશ્વરનગર, જામનગર રૂપિયા ૧,૦૦,૦૦૦/- 30% 2,૪૦,૦૦૦/- (૮-માસ, ૩૦,૦૦૦ લેખે)

6) અભીરાજસિંહ (નવાગામ ઘેડ, જામનગર) મો.નં.૯૦૩૩૨૯૩૫૨૪ 90,000/- ૧૦% 1,011,000/- (૧૫-માસ, ૭,૦૦૦ લેખે)

૭) અર્જુનસિંહ નારુભા જાડેજા અને જયરાજસિંહ નારુભા જાડેજા (રહે-નવાગામ ઘેડ, જામનગર) ૪,૦૦,૦૦૦/- 90% ૧૪,૪૦,૦૦૦/- (૩૬-માસ, ૪૦,૦૦૦ લેખે)

૮) હરપાલસિંહ ઝાલા (રહે-ગાંધીનગર, જામનગર) ૨,૦૦,૦૦૦/- ૧૫% ૨,૭૦,૦૦
૦/- (૯-માસ, ૩૦,૦૦૦ લેખે)

9) સાદિકભાઈ સફીયા (રહે-બેડેશ્વર, જામનગર) ૯,૦૦,૦૦૦/- ૧૨% ૨૫,૯૨,૦૦ ૦/- (૨૪-માસ, ૧,૦૮,૦૦૦/- લેખે)

૧૦) અતુલ મેઘાણંદભાઈ ગઢવી (રહે-સરમતના પાટીયે તા.જી.જામનગર) રૂપિયા ૧૩,૦૦,૦૦૦/- ૧૦% ૧૩,૦૦,૦૦૦/- (૧૦-માસ, ૧,૩૦,૦૦૦/- લેખે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here