જામનગર: બેનના લગ્ન માટે અઢી લાખ વ્યાજે લીધા, એક વર્ષ પછી વ્યાજખોર વીફર્યો અને..

0
1216

જામનગર : જામનગરમાં પવનચક્કી વિસ્તારમાં રહેતા અને ખાણીપીણીની રેકડી ચલાવતા એક યુવાનને બહેનના લગ્ન પ્રસગે રૂપિયાની જરૂર હોવાથી સવા બે લાખની રોકડ વ્યાજે લીધા બાદ મુદ્દલ ઉપરાંત ૧૫ હજારની વધુ રકમ ભરી દેવા છતાં પણ વ્યાજ ખોર સખ્સે ધાક ધમકી આપી કોરા ચેકમાં સહી કરાવી પાંચ લાખથી વધુની રકમનો ચેક ભરી બેંકમાં નાખી ચેક રીટર્નની ફરિયાદ કરાવ્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

જામનગરમાં રણજીત સાગર રોડ પવન ચક્કી ગોકુલના શોરૂમ પાછળ હીંગળાજચોકમાં રહેતા અને પોતાના જ વિસ્તારમાં શિવ હોટેલ પાસે શ્રી ગણેશના નામથી વડા પાવની રેકડી ચલાવતા સચીન પ્રવીણભાઇ નંદા યુવાને ગત વર્ષ પોતાની બેનના લગ્ન કરાવવા હોવાથી આરોપી મોહિત સુભાસ નંદા પાસેથી અઢી લાખ રૂપિયાની માંગણી કરી હતી. મોહિતે સવા બેલાખ રૂપિયા પાંચ ટકા લેખે વ્યાજે આપ્યા હતા. દરમિયાન એક વર્ષે સચિને બે લાખ ચાલીસ હજાર રૂપિયા પરત આપ્યા હતા.

છતાં પણ આરોપીએ અવારનવાર ધંધાના સ્થળે આવી ધાક ધમકીઓ આપી વધુ રૂપિયાની ઉઘરાણી કરી હતી. એક દિવસ રેકડી પર આવેલ આરોપીએ બીભત્સ વાણી વિલાસ આચરી, માર મારવાની ધમકી આપી સચિન પાસેથી બળજબરી પુર્વક, સહીવાળો કોરો ચેક લઇ ચાલ્યો ગયો હતો. ત્યારબાદ આ ચેકમાં રૂપિયા ૫,૬૫,૦૦૦ ની રકમ ભરી બેંકમાં નાખ્યો હતો. જે ચેક રીટર્ન થતા આરોપીએ સચિન સામે ચેક રીર્ટનનો નેગોશીએબલનો કેસ કર્યો હતો. આ બાબતે સચિને સીટી એ ડીવીજન પોલીસ દફતરમાં આરોપી સામે મની લોન્ડરિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

NO COMMENTS