જામનગર: ઠગબાજે એક લાખમાં ઇન્કમ ટેક્સમાં નોકરીની આપી લાલચ

0
1750

જામનગર તાલુકાના ગજણા ગામના બે આસાનીઓના દીકરાઓને ઇન્કમટેક્સમાં નોકરી અપાવી દેવાની લાલચ આપી જામનગરના એક સખ્સે ₹1.90 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ દાખલ થઈ છે. આરોપીએ વિસથી વધુ યુવાનોને નોકરી અપાવી દીધી હોવાની વાત કરી બંને આસામીઓને સીસામાં ઉતાર્યા હોવાનું સામે આવ્યું છે. મૂળ જામજોધપુરના વસંતપુર ગામના સખ્સ સામે પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરવા સંબંધિત ગુનો દાખલ કર્યો છે.

જામનગર તાલુકાના ગજણા ગામે રહેતા અને પાન બીડીની દુકાન ધરાવતા ધર્મેન્દ્રગીરી લાભુગીરી ગુસાઈ તેમજ આ જ ગામમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ તરીકે વ્યવસાય કરતા વિપુલભાઈ કરસનભાઈ પરમાર નામના બંને આસામીઓને જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં એનઆરઆઇ બંગલોમાં રહેતા વિશાલભાઈ હિમંતભાઈ કણસાગરાએ તેઓના પુત્રોને ઇન્કમટેક્સમાં નોકરી આપવાની લાલચ આપી હતી. નોકરી પૂર્વે બોન્ડ પેટે એક લાખ રૂપિયા જમા કરાવવાનું કહી વિશાલ કણસાગરાએ બંને આસામીઓ પાસેથી અનુક્રમે રૂપિયા એક લાખ અને રૂપિયા 90,000ની રકમ બેંક મારફતે પોતાના ખાતામાં જમા કરાવી હતી. એક વર્ષ પૂર્વે આ પ્રક્રિયા કર્યા બાદ છ માસના ગાળામાં નોકરી મળી જવાની આસામીએ લાલચ આપી હતી. પરંતુ છ માસ વીતી જવા છતાં પણ નોકરી નહીં મળતા બંને આસામીઓએ આરોપીનો સંપર્ક કર્યો હતો. પરંતુ આરોપીનો સંપર્ક થઈ શક્યો ન હતો. જેને લઈને બંને આસામીઓએ આરોપી વિશાલ સામે સિટી સી ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી છે.

ધર્મેન્દ્ર ભાઈના જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા બહેન સેજલબેનને આરોપી પરિવાર સાથે ઓળખાણ હતી  આરોપી વિશાલના પિતાએ તેણીને કહ્યું હતું કે મારા વિશાલ વિશેક છોકરાઓને ઇન્કમટેક્સમાં નોકરીએ ચડાવી દીધા છે. આ વાત સેજલબેન તેના ભાઈને કરતા બંને આસામીઓ છેતરાઈ  ગયા હતા.

NO COMMENTS