જામનગર: જામનગરમાં કોર્પોરેટર સહિતના સખ્સોએ પૂર્વ કોર્પોરેટર સાથે માથાકૂટ કરી ધાક ધમકી આપી હોવાની સીટી એ ડીવીજન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ જ બાબતે અગાઉ પૂર્વ કોર્પોરેટર સામે ફરિયાદ નોંધાયા બાદ સામી ફરિયાદ નોંધાવાઈ છે. જૂની પોલીસ ફરિયાદ પરત ખેચી લેવા બાબતે બંને પક્ષે બોલાચાલી થયા બાદ માથાકૂટ થઇ હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
જામનગરમાં પખવાડિયા પૂર્વે મારામારીની ઘટના સામે આવી હતી. જેમાં પૂર્વ કોર્પોરેટર ધીરેશભાઈ ગીરધરભાઈ કનખરાએ પોતાની જ નાતના અન્ય ત્રણ સખ્સો સામે બોલાચાલી કરી મારામારી કરી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ હતી. આ જ બનાવ અંગે પૂર્વ કોર્પોરેટર ધીરેશ કનખરા દ્વારા વળતી ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં ગત તા.૧૩મીના રોજ રાત્રે એકાદ વાગ્યા આસપાસ હવાઇ ચોક વિસ્તારમાં કીશોર રસ ડેપોની સામે ધીરેશભાઇ કનખરા ઉભા હતા ત્યારે વીમલભાઇ કિશોરભાઇ કનખરા, હીતેષભાઇ કનખરા અને કોર્પોરેટર કેતનભાઇ જેન્તીભાઇ નાખવા આવી પહોચ્યા હતા અને ધીરેશભાઈને જુની મારામારીની ફરીયાદ પાછી લેવા માટે કહ્યું હતું. જેની સામે તેઓએ ના પાડતા આરોપીઓ ઉસ્કેરાઈ ગયા હતા અને કોર્પોરેટર કેતનભાઈએ પૂર્વ કોર્પોરેટરને જાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જયારે તથા આરોપી વિમલએ પાછડથી પકડી રાખેલ તથા આરોપી હિતેશભાઈએ ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજા પહોચાડી હતી. આ બનાવ અંગે પૂર્વ કોર્પોરેટર દ્વારા મોડે મોડે ફરિયાદ દાખલ કરાવાઈ છે. જેને લઈને સીટી એ ડીવીજનના હેડ કોન્સ્ટેબલ આર.ડી.જાડેજાએ તપાસ હાથ ધરી છે.