જામનગર: ઉછીતા ઝઘડામાં રસ લેવા જવાય? દુલાભાઈ ગયા, પછી થયું આવું

0
1066

જામનગરમાં વામ્બે આવાસ નજીક રહેતા એક અપરણિત ટ્રક ચાલકને ત્રણ સખ્સોએ માર માર્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. ત્રણ પૈકીના એક આરોપી પોતાની પત્ની સાથે ઝઘડો કરતો હતો ત્યારે યુવાન વચ્ચે પડ્યો હતો જેને લઈને ત્રણેય આરોપીએ યુવાનની ધોલાઈ કરી નાખી હતી.

જામનગરમાં મારામારીનો વધુ એક બનાવ સામેં આવ્યો છે જેમાં વામ્બે આવાસમાં રહેતા દુલા રૂપાભાઇ કારીયા નામના યુવાન વામ્બે આવાસ નજીક ઝૂપડપટ્ટીમાં રહેતી પોતાની ધર્મની માનેલી બહેનના ઘરે હતો ત્યારે તેની બહેનની ભત્રીજીની પુત્રી શીલાબેનનો પતી દાનસીગ તેના બે મિત્રો સાથે ત્યાં આવ્યો હતો અને તેણીની સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. ત્યારબાદ આરોપી દાનસીગ તેણીને ઘર બહાર લઇ જઈ માર મારવા લાગ્યો હતો.

જેને લઈને ઘરે રહેલ દુલાભાઈએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઉસ્કેરાયેલ દાનસીંગ અને તેની સાથેના બે મિત્રો મંગળ અને કિશન પણ મેદાનમાં આવી ગયા હતા અને તેને માર મારવા લાગ્યા હતા. આ બનાવમાં દુલાભાઈને ઈજાઓ પહોચતા સર્મપણ હોસ્પિટલ સારવાર લીધી હતી. જ્યાં સારવાર લીધા બાદ તેઓએ ત્રણેય સખ્સો સામે ફરિયાદ કરતા સીટી સી ડીવીજન પોલીસે તપાસ હાથ છે. ઘાયલ યુવાનનાં લગ્ન થયા નથી તે અહી તેના ભાઈ અને ધર્મની બહેન સાથે રહે છે.

NO COMMENTS