જામનગર: પેઢીના લોગો અને નામનો ઉપયોગ કરી આ શખ્સે પૈસા બનાવ્યા

0
3149

સોસ્યલ મીડિયામાં પ્લેટફોર્મ પર છેતરપીંડી કરી વ્યાપારીઓ પાસેથી રૂપિયા પડાવતા એક સખ્સને સાયબર ક્રાઈમ પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેવી રીતે આ સખ્સ નેટવર્ક ચલાવતો અને કેટલા રૂપિયા પડાવી લીધા છે. આ તમામ વિગતો જોઈએ આ અહેવાલમાં.

સાઈબર ક્રાઇમને નાબુદ કરવા સુચના કરેલ જેથી જામનગર પોલીસ વડાએ સાયબર ક્રાઇમને સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર છેતરપીંડી કરી વ્યાપારીઓને આર્થીક નુકસાન અને બદનક્ષી કરી વ્યાપાર ને નુકસાન કરતા ગુનાને અટકાવવા તેમજ આવા ગુના કરતા ઈસમોને પકડી પાડવા સુચના કરી હતી. જેથી સાયબર ક્રાઇમની ટીમે સતત તપાસમાં જોતરાયા હતા. જેમાં જામનગરના લવલી વેડીંગ મોલ  (CELEBRATIONS PVT LTD) નામની કંપની જે આમંત્રણ પત્રક, વિવિધ સામાજીક પ્રસંગ માટે ડીજિટલ ગ્રીટિંગ્સ, ગુજરાતી મુવી ટેલીવીઝનના સેલિબ્રીટી સિંગરના વિડિયો બનાવી આપે છે. જેમા ફરીયાદીની ફરીયાદ મુજબ આરોપી દ્વારા અલગ અલગ કંપનીના મેનેજર ગ્રાહક તરીકેની ઓળખાણ આપી, ફરીયાદીની કંપની કેવી રીતે આ કામગીરી કરે છે ? તેની માહીતી મેળવી તેમની કંપનીનું નામ તથા લોગોનો ઉપયોગ કરી આરોપી પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર બર્થડે વિશ કરવા માટે ગુજરાતી મુવી ટેલીવીઝનના સેલિબીટી, સિંગરનો વિડીયો વિશ કરવા માટે પોતાના ઇન્સ્ટાગ્રામ આઇડી પર સત્તત જાહેરાત આપેલ હતી તથા અન્ય અમુક ભોગબનનારના એડવાંસ પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા બાદ અમુક લોકોના વીડીયો બનાવી આપતા અને અમુક લોકોના વિડીયો બનાવી ન આપતા તથા પોતે કંપનીમા કામ કરતો હોય તેવી વિવિધ લોકલ સેલિબ્રીટી દ્વારા ખોટી પોસ્ટ બનાવી પ્રમોટ કરાવતો જે બાબતની વિવિધ કસ્ટમર દ્વારા ફરીયાદ મળી હતી.

વ્યાપારીઓને આર્થીક નુકસાન અને બદનક્ષી કરી વ્યાપારને નુકસાન કરેલ, જે બાબતે અરજદારે જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે અરજી કરેલ હતી. જે અરજીની તપાસ કરી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સ્ટાફે આરોપી સુધી પહોચી, પાટણ જીલ્લાના સમી તાલુકાના ભદ્રાળા ગામના અભ્યાસ કરતા સખ્સને પકડી પાડ્યો છે. પોલીસે આ સખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. 

NO COMMENTS