રાજ્યની વિધાનસભાના છેલ્લા સત્રમાં ખંભાળિયા ધારાસભ્યના સવાલના જવાબમાં સરકારે સ્વીકાર કર્યો છે કે સિક્કાની ડીસીસી કંપની દ્વારા લાલપુર પંથકમાંથી ગેર કાયદે ખનીજ ઉત્ખનન કરી હોવાનો સ્વીકાર કર્યો છે અને કંપનીને નોટિસ ફટકારી હોવાનું પણ ગૃહમાં કબુલ કર્યું છે.
તા. ૩૧/૧૨/૨૦૨૧ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં જામનગર જિલ્લામાં લાલપુર તાલુકાના ચોરબેડી ગામમાં ડી.સી.સી. કંપની (કમળ સીમેન્ટ) દ્વારા ગેરકાયદે ખનન કરાતું હોવા અંગેની કેટલી ફરિયાદો મળી ? મળેલ ફરિયાદો અન્વયે શા પગલાં લેવામાં આવ્યા ? અને ઉકત સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં આ કંપની દ્વારા આગામમાં ક્યા પ્રકારની જમીનમાં કેટલું ગેરકાયદે ખનન કરેલ હોવાનું સામે આવ્યું ? આવો પ્રશ્ન વિધાનસભમાં ખંભાળિયા ધારાસભ્ય વિક્રમભાઈ માડમ દ્વારા પુછવામાં આવ્યો હતો. જેના જવાબમાં ખાણ-ખનીજ મંત્રી દ્વારા ચાલુ વિધાનસભામાં જણાવવામાં આવેલ હતું કે,
તા.૩૧/૧૨/ર0ર ૧ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં જામનગર જિલ્લામાં લાલપુર તાલુકાના ચોરબેડી ગામમાં ડી.સી.સી. કંપની (કમળ સીમેન્ટ) દ્વારા ગેરકાયદે ખનન કરાતું હોવા અંગેની પાંચ ફરિયાદો મળેલ છે. તા. ૦૯/૧૧/૨૦૧૧ના રોજ દિગ્વિજય સિમેન્ટ કંપનીની સ્થળ તપાસ કરી કારણદર્શક નોટીસ આપવામાં આવેલ છે.આ સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ડી.સી.સી. કંપની (કમળ સીમેન્ટ) દ્વારા ચોરબેડી ગામમાં સરકારી પડતર જમીનમાં ૩૯૮.૭૬ મેટ્રિક ટન મુખ્ય લાઈમસ્ટોન ખનિજ ગેરકાયદે ખનન કરેલ હોવાનું સામે આવેલ છે.