જામનગર અપડેટ્સ : રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓના વર્ગ મર્જ કરવાની તજવીજ હાથ ધરવામાં આવતા વિરોધ શરુ થયો છે. આજે જામનગર ખાતે લાલપુર પંથકમાં બદલી કેમ્પમાં યુથ કોંગ્રેસને સાથે રાખી વાલીઓ ઘસી ગયા હતા અને શાળાઓ મર્જ કરવાના જે નિયમો છે તેને અનુસરીને કાર્યવાહી કરવાની માંગણી કરી દેખાવો કરી રજૂઆત કરી છે.
રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણમાં પરીવર્તન અને આર્થિક ભારણ ઘટાડવાના હેતુથી બે કલાસને મર્જ કરવાની તૈયારી કરી રહી છે. ધોરણ ૬ અને ૭ના વર્ગમાં વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા જ્યાં છે તે શાળામાં આ સીસ્ટમ લાગુ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકારના આ નિર્ણય સામે અનેક વિસ્તારોમાંથી વિરોધ શરુ થયો છે. જામનગર જીલ્લામાં આજે હાથ ધરવામાં આવેલ શિક્ષક બદલી કેમ્પનો યુથ કોંગ્રેસના હેમતભાઈ ખવાની આગેવાની નીચે વિરોધ દર્શાવી વાલીઓએ દેખાવો કર્યા હતા.
લાલપુર અને જામજોધપુર તાલુકાની ૧૯ શાળાઓ મર્જ કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય યોગ્ય હોવાનો જનપ્રતિનિધિઓએ આક્ષેપ લગાવ્યો છે. આ શાળાઓ પૈકીની મોટાભાગની શાળાઓ વચ્ચે ૩ કિમીથી વધુનું અંતર છે. જયારે સરકારના નિયમ મુજબ ૩ કિમીની અંદર આવતી શાળાઓ જ મર્જ કરવામાં આવશે એવા નિયમનો ઉલાળ્યો કરવામાં આવી રહ્યો છે…જેને લઈને વાલીઓમાં રોષ ફેલાયો છે. આ નિર્ણય અંગે વિચારણા કરવામાં આવે એવી માંગણી જીલ્લા પંચાયત સદસ્ય હેમતભાઈ ખવા દ્વારા દ્વારા કરવામાં આવી છે.
જામનગર જીલ્લાના લાલપુર અને જામજોધપુર તાલુકાઓમાં શાળા મર્જની કાર્યવાહીનો ધમધમાટ શરુ કરતા પૂર્વે આજે જીલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા બદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું…..બંને તાલુકાનાની કુલ ૧૯ શાળાઓના ધોરણ ૬ અને ૭ ના કલાસ મર્જ કરવામાં આવશે એમ શિક્ષણ તંત્રએ સર્વે કરી જાહેર કર્યું છે. મર્જ સીસ્ટમ પૂર્વે આજે બદલી કેમ્પ યોજાયો હતો. જો કે વાલીઓએ આ કાર્યવાહી સામે વિરોધ દર્શાવાયો છે. જેને લઈને શિક્ષણ વિભાગ દ્વારા ૧૯ પૈકી ૧૩ શાળાના શિક્ષકોની બદલી હાલ મૌકુફ રાખી છે.આ ૧૩ શાળાઓના સીમાંકન બાબતે ફરીથી ટીમ દ્વારા સર્વે કરવામાં આવશે. જેના રીપોર્ટ બાદ યોગ્ય નિર્ણય કરવામાં આવશે એમ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી બી એન દવેએ જણાવ્યું છે.