જામનગર : જામનગરમાં સીટી સી ડીવીજન પોલીસે પોલીસ હેડકવાર્ટર પાછળ હિત એપાર્ટમેન્ટમાં દરોડો પાડી ટ્રાન્સપોર્ટર દ્વારા ફ્લેટમાં ચલાવવામાં આવી રહેલ ક્રિકેટના ડબ્બાને પકડી પાડ્યો છે. પોલીસે આ ડબ્બા પરથી રોકડ અને બે મોબાઈલ સહીત રૂપિયા ૪૬૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. જયારે આ ડબ્બા પર જુગાર રમતા છ પન્ટરોને ફરાર દર્શાવાયા છે.
જામનગરમાં પોલીસ હેડકવાટર્ર પાછળ આવેલ ગોલ્ડન સીટી વિસ્તારમાં હીત પેલેસ એપાર્ટમેન્ટ, બ્લોક નં.-૨૦૨માં રહેતા ટ્રાન્સપોર્ટર ધર્મેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ગોહીલ નામનો સખ્સ પોતાના બીજા માળે આવેલ ફ્લેટમાં ક્રિકેટનો ડબ્બો ચલાવતો હોવાની સીટી સી ડીવીજન પોલીસને ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પીએસઆઈ ઓદેદેરા સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો જેમાં ફ્લેટ અંદર પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરેલ કિક્રેટ લાઇનગુરૂ એપ્લીકેશનમાં આવતા ભાવ જોઈ મોબાઈલ ફોન ઉપર ક્રીકેટ મેચ પર રનફેર, હારજીત, સેશન પર જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવતા પકડાઈ ગયો હતો. પોલીસે આરોપીના કબ્જા માંથી રૂપિયા ૧૧૩૦૦ની રોકડ બે મોબાઈલ સહીત રૂપિયા ૪૬,૮૦૦નો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ કરી હતી. જેમાં આરોપી સાથે મોબાઈલ પર મીલન મો.નં.-૯૩૧૩૬૦૦૪૮૮, નં.-૯ મો.ન.-૯૧૫૭૪૫૭૩૭૩, અમીત મો.નં.-૯૭૨૬૦૫૬૧૫૭, દીપુ ઉર્ફે સરગમ મો.નં.-૯૫૩૮૦૧૧૧૧૧, પ્રેમભાઇ મો.નં.-૯૭૨૫૩૧૮૮૮૮ તથા નીમેશ તન્ના મો.નં.-૮૧૬૦૮૧૧૩૭૩ તથા ડોન મો.નં.-૯૫૮૬૭૭૬૦૦૧ નામના સખ્સો આકડા લગાવતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓને ફરાર દર્શાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.