ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે અને તે દિશામાં પરીણામલક્ષી કામગીરી કરવા પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગરનાઓ દ્વારા સૂચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષક દીપન ભદ્રન દ્વારા જામનગર જીલ્લામાં કેફી દ્રવ્યના કારોબાર સામે પોલીસ સતર્ક બની છે. મેફેદ્રોન અને ગાંજા બાદ પોલીસે વધુ એક વખત ગાંજાનો વિશાળ જથ્થો પકડી પાડ્યો છે. એસઓજી પોલીસે ચાર સખ્સોને દસ કિલો ગાંજા સાથે પકડી પાડી એક કાર સહીત રૂપિયા સાડા ચાર લાખનો મુદામાલ કબજે કર્યો છે.
જામનગરમાં કેફી દ્રવ્યના નેટવર્ક સામે એસઓજી પોલીસે નજર દોડાવી આજે વધુ એક સફળ કાર્યવાહી કરી હતી જેમાં ચોક્કસ હક્કિતના આધારે રેઈડ કરી હતી. જેમાં આરોપી (૧) સલીમ ઉર્ફે સલીયો વલીમામદ માકોડા (૨) રાહુલ ઉર્ફે કારો રાજુભાઇ દતેશરીયા (૩) તુષાર ઉર્ફે ટકો હરીશભાઇ ગણાત્રા (૪) મહેન્દ્રસિંહ ઉર્ફે મેદીયો ઉમેદસિંહ જાડેજા રહે બધા જામનગર વાળાઓને ઇક્કો ગાડી નંબર- GJ-10-DA-2016 સાથે ૧૦ કિલો ૩૦૦ ગ્રામ ગાંજો તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂા.૪,૪૮,૨૦૦/- સાથે મળી આવતા મજકુર ઇસમો વિરૂધ્ધ સીટી “બી”ડીવી. પો.સ્ટે. એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો દાખલ કરાવેલ છે. મજકુર સલીમ વલીમામદ માકોડા તથા રાહુલ ઉર્ફે કારો રાજુભાઇ દતેશરીયા અગાઉ પણ ગાંજાના કેસમાં પકડાયેલ હોવાની હકીકત જાણવા મળેલ છે. આ કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેકટર એસ.એસ.નિનામા તથા પો.સ.ઈ. આર.વી.વીંછી તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.