જામનગર : કાલની સરખામણીએ આજે કોરોનામાં છે રાહત, કેમ ?

0
928

જામનગરમાં આજે કોરોના સંકરણ પણ યથાવત રહ્યું છે. ગઈ કાલે નોંધાયેલ દર્દીઓની સામ્પેક્ષમાં આજે ૨૪ દર્દીઓ ઓછા નોધાતા થોડી ધરપત થઇ  છે. આજે શહેરમાં ૭૯ જયારે ગ્રામ્ય વિસ્તારમાં ૧૪ દર્દીઓ નોંધાતા જિલ્લામાં આજે નવા ૯૩ દર્દીઓ સામે આવ્યા છે જયારે સારી બાબત એ છે કે ૫૦ દર્દીઓ સારા થઇ જતા તેઓને રજા આપવામાં આવી છે.

જામનગરમાં કોરોના કહેર યથાવત રહ્યો છે જો કે ગઈ કાલની સરખામણીએ આજે નવા દર્દીઓની સંખ્યા ઘટી છે સામે ડીસ્ચાર્જનો ગ્રાફ પણ ઉંચો રહ્યો છે. ગઈ  કાલે શહેરમાં ૧૦૩ દર્દીઓ નોંધાયા હતા જયારે ગ્રામ્યમાંથી ૪૬ દર્દીઓ સામે આવ્યા હતા. જેની સરખામણીએ આજે શહેરમાં ૭૯ જયારે ગ્રામ્યમાં માત્ર ૧૪ દર્દીઓ જ ઉમેરાયા છે જયારે એક પણ દર્દીનું મોત થયું નથી. બીજી તરફ જીજી  કોવિડ હોસ્પિટલના નોડલ અધિકારી ડો. એસએસ ચેટરજીએ હોમ આઈસોલેટ રહેલ દર્દીઓને ઉલ્લેખી કહ્યું છે કે તબિયત અંગે જયારે પણ રીપોર્ટીંગ કરવામાં આવે ત્યારે સાચી માહિતી આપવી જેનાથી તબિયતનો સંપૂર્ણ ખ્યાલ આવે, વધુમાં ઉમેર્યું કે ત્રીજી લહેરમાં કોઈ દર્દીને શ્વાસ વધુ રહે અને બે ત્રણ દિવસ તાવ રહે તો તુરંત હોસ્પિટલમાં એડમિટ થઇ જવું જોઈએ એમ કહ્યું છે. હાલ શહેર જીલ્લામાં ૪૦૦ ઉપરાંત દર્દીઓ હોમ અઈસોલેટ હોવાનું તેઓએ ઉમેર્યું છે.

NO COMMENTS