જામનગર: વકીલના બંગલામાંથી માતબર ચોરી થતા સનસનાટી

0
895

જામનગરમાં માતબર ચોરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. શહેરના વાલકેશ્વરી નગરી વિસ્તારમાં રહેતા વકીલના ઘરમાં લાખો રૂપિયાની ચોરી થતા જ સનસનાટી મચી જવા પામી છે. રોકડ અને દાગીના સહિત થયેલ મુદ્દામાલની ચોરીના પગલે એસઓજી,એલસીબી અને સીટી બી ડિવિઝનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ડોગ સ્કોડના આધારે તપાસ હાથ ધરી ચોર સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે.

જામનગરમાં માતબર ચોરી થયાની વધુ એક ઘટના પોલીસ દફતર સુધી પહોંચી છે. શહેરના પોસ વિસ્તાર તરીકે ગણના પામતા વાલ્કેશ્વરી નગરી વિસ્તારમાં રહેતા અને રેવન્યુ પ્રેક્ટિસ કરતા વકીલ રાજેશ ભાઈ શેઠના બંધ બંગલાને ગતરાત્રિના નિશાન બનાવ્યો હતો. દરવાજાનો નકુચો તોડી અંદર ઘૂસેલા તસ્કરોએ મકાન અંદરના રૂમમાંથી લાખો રૂપિયાની રોકડ અને લાખો રૂપિયાના દાગીનાની ચોરી કરી નાસી ગયા હતા.


પાલીતાણા ખાતે દર્શન કરવા ગયેલ પરિવારને પાછળથી જાણ કરતા તેઓ તુરંત જામનગર દોડી આવ્યા હતા. જેને લઈને પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાના પગલે સીટી બી ડિવિઝન અને એલસીબી પોલીસનો સ્ટાફ વાલકેશ્વરી વિસ્તારમાં દોડી ગયો હતો.

વકીલ દ્વારા ઘરમાં કેટલી ચોરી થઈ છે તેનો તાગ મેળવવા તેમજ પોલીસ દ્વારા તસ્કરો સુધી પહોંચવા ડોગ્સ સ્ક્વોડ અને એફએસએલની મદદ લેવામાં આવી છે માતબર ચોરીના પગલે શહેરમાં ચકસાગર મચી જવા પામી છે. હાલ વકીલ દ્વારા આ પ્રકરણની ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here