જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામે બે દિવસ પૂર્વે રાત્રીના સરકારી ક્વાટરને નિશાન બનાવી કોઈ તસ્કરો સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત રૂપિયા ૮૯ હજારની મતા ચોરી કરી ગયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. પીએસસી સેન્ટરના મહિલા કર્મચારી પોતાના ક્વાટરને તાળા મારી પુત્રના ઘરે સુવા ગયા બાદ પાછળથી તસ્કરોને મોકળું મેદાન મળી ગયુ હતું અને આરામથી તાળા તોડી ઘરમાં પ્રવેશી પોણા ત્રણ તોલાના દાગીના અને ચાંદીના આભૂષણો તેમજ રોકડ દસ હજાર સહિત ૮૯ હજારના મુદ્દામાલની ચોરી પલાયન થઇ ગયા હોવાનું જાહેર થયું છે.
જામનગર જીલ્લામાં વધતા જતા ચોરીના બનાવોમાં વધુ એક બનાવનો ઉમેરો થયો છે જેમાં ધ્રોલ તાલુકા મથક નજીક આવેલ લતીપર ગામે સરકારી દવાખાના કવાટર્સ નં-પ રહેતા અને અહીં જ નોકરી કરતા જીજ્ઞાબેન શંકરલાલ દવે નામના મહિલા બે દિવસ પૂર્વે પોતાના ક્વાટર ખાતેના મકાનને તાળા મારી પોતાના પુત્ર જ્યાં રહે છે તે મકાને સુવા માટે ગયા હતા. પોતાના ઘરને તાળું મારીને પી.એચ.સી.સેન્ટરમા પોતાના દિકરા સાથે રાત્રે સુવા ગયેલ અને ત્યારબાદ સવારે ઉઠીને પોતાના ઘરે (ક્વાર્ટર) જતા ત્યા દરવાજામા તાડુ નકુચામાથી તૂટેલ હોવાનું સામે આવ્યું હતું. ચોરી થઇ હોવાના અંદાજ સાથે સવારના પહોરમાં કડકડતી ઠંડીમાં મહિલા હાંફળીફાંફળી થઇ હતી. અંદર જઈ નિરીક્ષણ કરતા ચોરી થઇ હોવાનું જ સામે આવ્યું હતું. જેને લઈને તેણીએ તેના પિતાને જાણ કરી હતી.
અજાણ્યા તસ્કરો બારણુ ખોલી ક્વાર્ટરમા (ઘરમા)રાખેલ કબાટ ના લોક તોડી અંદરથી રૂપિયા સાડા છ હજારની કિંમતની સોનાનો ઢોલ ચડાવેલ ચાર બંગડીઓ તથા પોણા તોલા વજનની રૂપિયા ૧૮૫૦૦ની કીમતની સોનાની બે વીટી તથા રૂપિયા ૪૦ હજારની કીમતના બે તોલા વજનના વજનનું સોનાનુ પેન્ડલ સેટ જેમા ચેન તથા બે બુટી મળી તેમજ રૂપિયા દસ હજારની રોકડ ઉપરાંત ચાંદીનો કંદોરો જેની કિ.રૂ.૭૦૦૦ તથા ચાંદીના સાકરા એક જોડી જેની કિ.રૂ.૨૫૦૦ તથા ચાંદીનો ચેઇન જેની કિ.રૂ.૩૫૦૦ તથા ચાંદીની લક્કી જેની કિ.રૂ.૧૫૦૦ સહીત રૂપિયા રૂ.૮૯,૫૦૦ના મુદ્દામાલની ચોરી થવા પામી હતી. આ બનાવ અંગે જાણ કરવામાં આવતા ધ્રોલ પોલીસે સ્થળ પર પહોચી તપાસ હાથ ધરી છે. જ્યારે મહિલાએ આ બનાવ અંગે અજાણ્યા સખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
અમરેલી રહેતા પતીથી છેલ્લા ત્રણ ચાર વર્ષથી દુર રહી અહી નોકરી કરતી મહિલા પોતાના ૧૭ વર્ષીય પુત્ર સાથે અહીં રહી આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતી હોવાનું જાણવા મળ્યું છે.