જામનગર : જામનગરમાં એક યુવાનને એક શખ્સે માર માર્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે. સગાઈ બાબતના મનદુઃખને લઈને હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.
જામનગર શહેરમાં ખંભાળીયા ગેઇટ વિસ્તારમાં રહેતા આશિષભાઇ ભરતભાઇ પરમાર નામના યુવાન પર વિપુલ રમેશભાઇ ભુવા અને અન્ય ત્રણ શખ્સોએ લાકડી વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની સીટી ડિવિઝન પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે. અશિશે પોતાના પર લાકડી વડે હુમલો કરી ઢીંકાપાટુનો માર મારી ધમકી આપવા અંગે નોંધાવેલ ફરિયાદ મુજબ તેનું હાલ જે જગ્યાએ સગપણ થયુ છે એ યુવતિ સાથે આરોપી વિપુલનું અગાઉ સગપણ થયુ હતુ. પરંતુ ત્યારબાદ કોઇ કારણસર સગાઇ છુટી થઇ ગઇ હતી. જેના મનદુ:ખને લઈને સગાઇ તોડી નાખવા ધમકી આપી ત્રણેય શખ્સોએ એક સંપ કરી હુમલો કર્યાનું પોલીસમાં જાહેર થયું છે.