દારૂ દૈત્ય: પત્ની રિસામણે ગઈ, પિતાએ ઘરમાંથી કાઢ્યો પછી યુવાને જીવ દીધો

0
624

દેશી વિદેશી દારૂ પીતા અનેક પરિવારનો માળો વિખેરાઈ ગયો હોવાના દાખલા સામે છે તાજેતરનું બોટાદ ધંધુકા નું લઠ્ઠાકાંડ હજી ગાજી રહ્યું છે ત્યારે આજ દારૂ એ એક યુવાનની જિંદગી ભણી લીધી છે. ત્યારે જામનગરમાં દારૂ પીવાની ટેવના કારણે પત્ની ચાલી ગઈ અને પિતાએ ઘર બહાર કાઢી મૂક્યો એ જ યુવાને અંતે આપઘાત કરી લીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગર શહેરના ખંભાળિયા બાયપાસ થી લાલપુર બાઇપાસ રોડ વચ્ચે આવેલા સાંઢીયા પુલ પાસેના સરદાર પાર્ક વિસ્તારમાં શેરી નંબર એકમાં રહેતા નિકુંજભાઈ અમૃતલાલ સોનગરા નામના 27 વર્ષે યુવાને ગઈકાલે સમર્પણ સર્કલથી મહાકાળી સર્કલ તરફ જતા રોડ પર પોતાના હાથે ઝેરી ટીકડા ખાય જીવતરનો અંત આણવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન આ યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ ને પછી હતું.

આ બનાવ અંગે તેના પિતા અમૃતલાલ રાઘવજીભાઈ સોનગરાએ જાણ કરતાં સિટીસી ડિવિઝન પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના પિતા અમૃતલાલે પોલીસમાં નિવેદન નોંધાવ્યું હતું. જેમાં મૃતક પુત્ર નિકુંજભાઈ દારૂ પીવાની ટેવ ધરાવતો હતો જેના કારણે એક વર્ષ પૂર્વે તેમના પત્ની રીસામણે ચાલી ગયેલા હતા. ત્યારબાદ તેના પિતાએ અઢી મહિના પહેલા જ નિકુંજને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. આ જ કારણે નિકુંજે ઝેરી દવા ની ટીકડીઓ ખાય આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

NO COMMENTS