જામનગર : મહાનગરપાલિકાની બેઠકોનું રોટેશન બહાર પડ્યું, અનેક નગરસેવકો મુંજાયા

0
705

જામનગર : જામનગર મહાનગરપાલિકાની આગામી ચુંટણી યોજાય તે પૂર્વે રાજ્ય ચુંટણી આયોગ દ્વારા બેઠક રોટેશન નક્કી કરવામાં આવ્યું છે. જેમાં ૬૪ પૈકી ૩૭ બેઠકો અનામત અને ૨૭ બેઠકો સામાન્ય નક્કી ,કરવામાં આવી છે. આ નવી યાદીમાં વોર્ડ નમ્બર ૩,૪,૭, ૧૧, ૧૨ અને ૧૫ નંબરના વોર્ડમાં તમામ બેઠકો સામાન્ય રાખવામાં આવી છે. જયારે અન્ય બેઠકોમાં એક-એક બેઠક સ્ત્રી તેમજ અન્ય જાતિના ધોરણે અનામત રાખવામાં આવી છે.

જામનગર  મહાનગરપાલિકાની ચુંટણી પૂર્વે બેઠકોનું રોટેશન જાહેર કરાયું છે. આજે રાજ્ય ચુટણી પંચ દ્વારા કુલ ૧૬ વોર્ડ માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં વોર્ડ નંબર એકમાં પહેલી બેઠક અનુ સૂચિત જાતી સ્ત્રી અને નાય બેઠકો સામાન્ય તરીકે નક્કી થઇ છે. જયારે વોર્ડ નમ્બર બેમાં પ્રથમ બેઠક અનુસૂચિત આદિ જાતી માટે અનામત અને અન્ય ત્રણ સામાન્ય, વોર્ડ નમ્બર ત્રણ, ચાર, સાત, અગ્યાર, બાર અને પંદરમાં તમામ બેઠકો સામાન્ય તરીકે જાહેર કરવામાં આવી છે. જયારે વોર્ડ નમ્બર પાંચ અને છમાં ત્રીજી બેઠક તેમજ વોર્ડ નંબર આઠ નવમાં અને તેરમાં પ્રથમ બેઠક પછાત વર્ગ સ્ત્રી માટે અનામત રાખવામાં આવી છે. જયારે વોર્ડ નંબર દસમાં ત્રીજી બેઠક અનુસુચિત જાતી માટે તેમજ વોર્ડ નંબર  ૧૪માં પ્રથમ બેઠક અનુસુચિત જાતી માટે સ્ત્રી અનામત  અને વોર્ડ નંબર ૧૬માં ત્રીજી બેઠક અનુસુચિત જતી માટે અનામત રાખવામાં આવી છે. આ રોટેશનમાં કુલ અગ્યાર બેઠક અનામત રાખવામાં આવી છે જયારે ૩૨ બેઠક પર સ્ત્રી અને ૩૨ બેઠક પર પુરુષ ઉમેદવાર રહેશે. આ જાહેરનામાંથી અનેક નગરસેવકોને પોતાનું કાર્યક્ષેત્ર છોડી અન્ય વોર્ડમાં ચુંટણી લડવા જવું પડશે એવું ચિત્ર ઉપસી રહ્યું છે.

NO COMMENTS