જામનગર : શ્રધ્ધા હોસ્પિટલમાં મહિલાનું મોત થતા પરિજનોના હોબાળાથી દોડધામ

0
3124

જામનગર : શહેરની એક ખાનગી કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાયમાં બેદરકારીને લીધે એક મહિલા દર્દીનું મોત નિપજ્યાના આક્ષેપ સાથે મૃતકના પરિજને હોબાળો મચાવ્યો હતો.

જામનગરમાં ખોડીયાર કોલોની રોડ ઉપર રહેતા ક્રિષ્નાબા નરેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.55) નામના દર્દી સૌ પ્રથમ ડો.સમાની ખાનગી હોસ્પિટલમાં ગયા હતા અને ત્યાંથી 4 દિવસ પહેલા ઓક્સિજન લેવલ માત્ર 78 હતું ત્યારે ડો.સમાની હોસ્પિટલથી મીગ કોલોનીમાં આવેલ શ્રધ્ધા કોવિડ હોસ્પિટલમાં દાખલ થયા હતા. રાત્રી દરમ્યાન ઓક્સિઝન લેવલ તદ્ન ઘટી જતા તેણીનું મૃત્યું થયું હતું. આજે સવારે મૃતકના પુત્ર સહિતના પરિજને હોસ્પિટલમાં ભારે હોબાળો કર્યો હતો અને આક્રોશભેર એવો આક્ષેપ કર્યો હતો કે ઓક્સિઝન સપ્લાયમાં હોસ્પિટલ તંત્રી બેદરકારીને લીધે ક્રિષ્નાબાનું મૃત્યું નિપજ્યું હતું. આ અંગે શ્રધ્ધા હોસ્પિટલના સંચાલક ડો.દેવાશું શુકલના જણાવ્યા અનુસાર દર્દીના પરિજનનો આક્ષેપ ખોટો છે. કારણ કે આ દર્દી ડો.સમાની ભલામણથી તેમની હોસ્પિટલમાંથી 4 દિવસ પહેલા અમારી હોસ્પિટલમાં આવ્યા ત્યારે જ તેણીનું ઓકસિઝન લેવલ માત્ર 78 હતું જે ગત રાત્રી દરમ્યાન ઘણું નીચે જતુ રહેતા દર્દીનું મૃત્યું થયું હતું. અમારી હોસ્પિટલના ડો.કિશોર રાઠોડ તેમની સારવાર સતત કરતા હતા. કોઇ બેદરકારીથી આ બનાવ નહી બન્યો હોવાનો દાવો કર્યો છે.

NO COMMENTS