જામનગર : જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના બાદનપર ગામના પાટિયા પાસે આવેલ એક વાડીમાં પોલીસે દરોડો પાડી દારૂની મહેફિલ માણવાની વેતરણમાં રહેલા સાત સખ્સોને પકડી પાડ્યા હતા. જેમાં જોડીયામાં રહેતા એક વકીલનો પણ સમાવેશ થાય છે.
જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના બાદનપર ગામના પાટીયા પાસે આવેલ એક વાડીમાં અમુક સખ્સો દારૂની મહેફિલ માણવાની વેતરણમાં હોવાની ચોક્કસ હકીકત મળતા જોડિયા પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં યોગેશભાઇ વલ્લભભાઇ ગોઠી ઉ.વ.૩૭ ધંધો-ખેતી રે.લક્ષીપરા જોડીયા તા.જોડીયા, ભરતભાઇ પ્રાગજીભાઇ ભીમાણી ઉ.વ.૫૧ ધંધો-ખેતી રે.બાદનપર ગામ તા.જોડીયા, સુરેશભાઇ હરજીવનભાઇ કુંડારીયા ધંધો-વકીલાતનો રે.લક્ષીપરા જોડીયા, ભાવેશભાઇ જીવરાજભાઇ કાસુન્દ્રા ધંધો-ખેતી રે.લક્ષીપરા જોડીયા તા.જોડીયા, અશોકભાઇ ગોવિદભાઇ કાનાણી ધંધો-ખેતી રે.લક્ષીપરા જોડીયા તા.જોડીયા, પંકજભાઇ સવજીભાઇ કાનાણી ધંધો-ખેતી રે.લક્ષીપરા જોડીયા તા.જોડીયા નં અને હાદીર્કભાઇ જયસુખભાઇ લીબાણીધંધો.વાણદકામ રહે ગાધીશેરી જોડીયા તા.જોડીયા વાળા સખ્સોને આબાદ પકડી પાડ્યા હતા. આરોપીઓએ દારૂની બોટલો મંગાવી ત્રણ બોટલ મળી આવી હતી. જયારે બે સીલપેક બોટલ મળી આવ્યા હતી.આ ઉપરાંત એક બોટલ ખાલી તથા સાત પ્લાસ્ટીકના ગ્લાસ દારૂની વાશ આવતી હોય તેવા ખાલી મળી આવ્યા હતા. આ ઉપરાંત સીગ તથા ચવાણુના બાલાજીના પેકટ તથા સંભાજી બીડી બાકશ તથા છાપાના કાગળો પણ મળી આવ્યા હતા તેનો પોલીસે સ્થળ પર જ નિકાલ કર્યો હતો. પોલીસે તમામ સખ્સો સામે ધી ગુજરાત પ્રોહીબ્રીશન ધારા ૬૫ એ એ, ૧૧૬બી,૮૧ મુજબ ફરીયાદ નોંધી અટકાયત કરી હતી.