જામનગર અપડેટ્સ: જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ડાંગરવાળા ગામના એક ખેડૂતની દોઢ વીઘા જમીન બાજુના ખેડૂતે પચાવી લીધી અને અઢી લાખ રૂપિયા જે સખ્સ પાસેથી ખેડૂત માંગતા હતા તે સખ્સે આપવાની ના પાડી દેતા ખેડૂતે આપઘાત કરી લીધો છે. મરતા પૂર્વે ખેડૂતે લખેલ સુસાઈડ નોટ પોલીસે કબજે કરી ત્રણ સખ્સો સામે ફરિયાદ નોંધી છે.

કાલાવડ તાલુકાના ડાંગરવાળા ગામના હાલ રાજકોટ રહેતા જીતેન્દ્રભાઇ ઉર્ફ જીતુભાઇ જેઠાભાઇ વોરા પટેલએ પોતાના પિતાને આપઘાત કરવા મજબુર કરનાર બે સખ્સો સામે ફરિયાદ નોંધવી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ દફતરમાં નોંધાયેલ ફરિયાદ મુજબ, જીતેન્દ્રભાઈના પિતા જેઠાભાઈની ડાંગરવાડા ગામે આવેલ ૧૯ વીઘા જમીનની માપણી કરાવતા જે જમીનની ૨૪ ગુંઠા જમીન  બાજુના પ્રવીણભાઇ તેજાભાઇ કાકડીયા વાળાના ખેતરમા નીકળતી હતી. જેથી જેઠાભાઇએ આરોપી પ્રવીણભાઇ તેજાભાઇ કાકડીયાને ૨૪ ગુંઠા જમીનનો કબ્જો ખાલી કરવા અવાર-નવાર કહ્યું હતું. પરંતુ આ પ્રવીણભાઇ તેજાભાઇ કાકડીયાએ જમીનનો કબ્જો ખાલી કરતો ના હોય અને આ પ્રવીણભાઇ કાકડીયાને તેના કોટુબીક ભાઇ આરોપી નાથા ટપુભાઇ કાકડીયા પણ આ બાબતે આરોપી પ્રવીણભાઇનો સાથ આપીને જેઠાભાઈને માનસીક ત્રાસ આપીને હેરાન પરેશાન કરતા હતા. બીજી તરફ આરોપી મનસુખભાઇ અકબરી વાળા પાસેથી જેઠાભાઈને અઠી લાખ રૂપીયા લેવા નીકળતા હોય આ મનસુખ અકબરી પણ પૈસા આપવાની ના પાડી દીધી હતી. ત્રણેય આરોપીઓએ માનસીક ત્રાસ આપી હેરાન પરેશાન કરતા આખરે જેઠાભાઈએ માનસીક ત્રાસથી કંટાળી જઇને આપઘાત કરી પોતાનુ જીવન ટુંકાવી લીધી હતું.

રાજકોટથી પોતાની કાર લઇ ગામડે આવેલ જેઠાભાઈએ વાડી વિસ્તારમાં કારમાં જ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પૂર્વે જેઠાભાઈ એ બે પેજની એક સુસાઈડ નોટ લખી હતી જેમાં ત્રણેય સખ્સોએ આપેલ ત્રાસથી કંટાળી આપઘાત કરતા હોવાનો ઉલ્લેખ સામે આવ્યો છે. આ બાબતે પોલીસે ફરિયાદ નોંધી ત્રણેય સખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી અર્થે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here