અનલોક બાઝાર : દુકાનદારો કહે છે.. કોઈ લૌટા દે, પ્યારે પ્યારે દિન, કેમ વસવસો ઠાલવ્યો વેપારીઓએ ?

0
1028

જામનગર અપડેટ્સ : સરકારે નિયંત્રણ હટાવી લેતા જામનગરની બજારોમા ફરી રોનક આવી છે. સવારથી જ વેપારીઓએ લાંબા સમય બાદ પોતાના ધંધાના વધામણાં કર્યા છે. લાંબા સમયથી બંધ ધંધાને લઈને કમર તૂટી ગઈ હોવાનો વેપારીઓએ વસવસો વ્યક્ત કર્યો છે. સાથે સાથે સરકારના નિર્ણયને વધાવી ફરી ધંધા શરૂ કરાવવા બદલ આભાર વ્યકત કર્યો હતો.

કોરોનાની બીજી લ્હેરે જામનગર સહિત રાજયભરમાં કહેર વર્તાવ્યો છે. જામનગર શહેરમાં કોરોનાએ અજગરી ભરડો લીધો-જેને લઇને સરકાર નિયંત્રણો લાદે તે પૂર્વે શહેરના વેપારીઓએ સ્વૈચ્છિક નિયંત્રણો લાદી દીધા હતા ત્યારબાદ પરિસ્થિતિ વધુ તંગ બનતા સક્રમણ રોકવા સરકારે રાજયના મોટા શહેરમાં કર્ફયુ અને બજાર બંધ રાખવા ફરમાન કર્યુ છે. જામનગરમાં વેપારીઓએ સરકાર ફરમાન પૂર્વે જ એક સપ્તાહથી સ્વૈચ્છિક લોકડાઉનનું પલાન શરૂ કરી દીધુ હતું. ત્યારબાદ સરકારના 20 દિવસ ઉપરાંતના નિયંત્રણ લાદી દેતા વ્યાપાર ધંધા પર માઠી અસર પડી હતી.

જો કે સરકારે આ નિયંત્રણો ઉઠાવી લેતા વેપારીઓના ગાલે ફરી લાલી આવી ગઇ છે અને બજાર ફરી ધમધમી ઉઠી છે. જામનગરમાં ગ્રેઇન માર્કેટમાં વ્યવસાય કરતા વેપારી ધવલ પારેખ, ખંભાળિયા નાકે બજરંગ હોટેલ ચલાવતા હિતેશ ભાનુશાળી અને બેડી નાકે હાર્ડવેરની પેઢી ધરાવતા અબ્દુલ કાજીયાણીએ સરકારના નિર્ણયને વધાવી પોતાની વેદના વણવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here