જામનગર : જામનગરમાં રામેશ્વરનગર વિસ્તારમાં નિર્મળનગરમાં રહેતી એક મહિલાએ પોતાના ઘરે કામ કરવા આવતી મહિલાના પર્સમાંથી સોનાના ચેઈનની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. સીટી બી ડીવીજન પોલીસે શકદાર તરીકે નામ નોંધી મહિલાની અટકાયત કરી સોનાનો ચેઈન કબજે કર્યો છે.
જામનગરમાં કામવાળીના બદલે મકાન માલકિને કામવાળીનો સોનાનો ચેઈન ચોરી લીધો હોવાનું સામે આવ્યું છે. જેની વિગત મુજબ, સીટી બી ડીવીજન પોલીસ દફતરમાં નયનાબેન ભરતભાઈ રાઠોડ ઉવ,૪૫ નામની મહિલા રામેશ્વરનગર નિર્મળનગર શેરી નં ૫માં રહેતા હિનાબેન નટુભાઈ ચાવડાના ઘરે કામ કરવા માટે જતી હતી. તાજેતરમાં મહિલા તેણીના ઘરે જઈ એક જગ્યાએ પોતાનું પર્સ રાખી કામે લાગી ગઈ હતી. દરમિયાન કામ પૂર્ણ કરી મહિલાએ પર્સ લીધું ત્યારે તેમાંથી સોનાનો ચેઈન ગાયબ જણાયો હતો, જેને લઈને તેણીએ હીનાબેન પર શંકા ઉચ્ચારી હતી. પોતાના પાર્સમા રાખેલ રૂપિયા રૂ.૭૫૦૦૦ની કીમતનો દોઢ તોલા વજનનો સોનાનો ચેઈન ગાયબ થઇ જતા તેણીએ મકાન માલકિનને શંકાના દાયરામાં લઇ સીટી બી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસે મહિલા ધરપકડ કરી સેટી પલંગના ગાદલા નીચે સંતાડેલ ચેઈન કાઢી આપ્યો છે.