જામનગર : એલસીબીએ પાડેલા ક્રિકેટના ડબ્બામાં દુબઈ રહેતા સખ્સની સંડોવણી ખુલી

0
1403

જામનગર : શહેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોન મારફતે ક્રિકેટનો સટ્ટો રમનારા શખ્સોની સંખ્યા વધી ગઈ છે, જેની સામે જામનગર શહેર નું પોલીસ તંત્ર પણ એલર્ટ બની ગયું છે. લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ તેમજ પેરોલ ફર્લો સક્વૉર્ડ ની ટીમે ગઈકાલે જામનગર શહેરમાં જુદાજુદા ત્રણ સ્થળોએ ક્રિકેટના દરોડા પાડયા હતા, અને ત્રણ આરોપીઓની અટકાયત કરી લઈ અન્ય ૪ ને ફરી જાહેર કર્યા છે જેમાં એક આરોપી દુબઈ નો રહેવાસી હોવાનું જાહેર થયું છે.

જામનગરમાં જયશ્રી સિનેમા વાળી શેરીમાંથી જાહેરમાં મોબાઈલ ફોન મારફતે ક્રિકેટનો સટ્ટો રમનારા પ્રશાંત પ્રતાપભાઈ ચૌહાણ ને પેરોલ ફર્લો સક્વૉર્ડ ની ટીમે પકડી પાડયો હતો, અને તેની પાસેથી મોબાઇલ ફોન તેમજ ક્રિકેટ ના સટ્ટા ને લગતું સાહિત્ય કબજે કર્યું હતું.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દરમિયાન તેણે પોતાના મોબાઈલ ફોનમાં જામનગરના રાજેશ ગોહિલ નામના શખ્સ પાસેથી ક્રિકેટની આઈડી મેળવી હતી, અને રાજેશ ગોહિલે તે ક્રિકેટની આઇડી દુબઈમાં રહેતા અને મૂળ જામનગરનાં રવિ નામના શખ્સ પાસેથી મેળવી હોવાનું જાહેર થયું હતું જેથી પોલીસે રાજેશ ગોહિલ તેમજ હાલ દુબઈ ના રહેવાસી રવિ ને ફરારી જાહેર કર્યા છે, અને તેઓની શોધખોળ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here