જામનગર : જામનગરમાં યુવતી અને વૃદ્ધ ગુમ થયાના બે બનાવ સામે આવ્યા છે. જેમાં આઈટીઆઈ કોલેજમાં ફોર્મ ભરવા ગયેલ યુવતી પખવાડિયાના સમય બાદ પણ ઘરે પરત ફરી નથી. જ્યારે મંદિરે દર્શન કરવા જવાનું કહી રાજપાર્કના વૃદ્ધ ઘરેથી નીકળી ગયા બાદ હજુ સુધી પરત ન ફરતા ગુમનોંધ સામે આવી છે.
જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં રમેશ હાર્ડવેર વાળી ગલીમાં રહેતા જેન્તિભાઈ મૂળુંભાઈ નિમાવતની પુત્રી ટ્વિંકલ ગત તા.૨૧ના રોજ સવારે ૭:૩૦ વાગ્યે ઘરેથી આઈટીઆઈ કોલેજમાં ફોર્મ ભરવાનું કહી નીકળી ગયા બાદ આજ દિવસ સુધી પરત ફરી ન હતી. જ્યારે રાજપાર્ક વિસ્તારમાં રંગમતી પાર્ક શેરી નં-૧૦માં રહેતા રણછોડભાઈ રામજીભાઇ વારા ઉ.વ.૮૦ નામના વૃદ્ધ ગત તા.૨-૧૦-૨૦૨૦ના રોજ સવારે ૧૦ વાગ્યે મંદિરે દર્શન કરવા જવાનું કહી ઘરેથી નીકળી ગયા બાદ ઘરે પરત ન ફરતા પોલીસ દફ્તરમાં ગુમનોંધ લખાવવામાં આવી છે.