જામનગર : ચૂર ગામના વિકાસ કાર્ય કૌભાંડમાં ચારેય આરોપીઓના જેલ ભેગા, તમામની જામીન અરજી ફગાવી દેવાઈ

0
513

જામનગર : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ચૂર ગામના બે પૂર્વ સરપંચ અને બે સરકારી બાબુઓની જામીન અરજી રદ કરી દેવામાં આવતા હાલ ચારેય જામનગર જેલ હવાલે કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ પ્રકરણ હાઇકોર્ટ પહોંચશે. વિકાસ કાર્ય કર્યા વગર જ ચારેય આરોપીઓએ રૂપિયા 1.89 લાખ ઉપાડી સરકારને ચુનો ચોપડ્યો હોવાનું સામે આવ્યું હતું.

જામનગર એ.સી.બી.પોલીસ સ્ટેશનમાં જામજોધપુર તાલુકાના ચૂર ગામમાં આચરવામાં આવેલ આર્થિક કૌભાંડની આઈપીસી કલમ ૪૦૬, ૪૦૯, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી), ૩૪ તથા ભ્ર.નિ. અધિ. સને ૧૯૮૮ (સુધારો-૨૦૧૮) ની કલમ- ૧૩(૧)(એ), ૧૩(ર) તથા ૧ર મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં ત્રણ વર્ષ પૂર્વે તત્કાલીન સરપંચ મુરીબેન નથુભાઇ રાઠોડ, નિતેશસિંહ ગંભીરસિહં જાડેજા અને દર્શન હસમુખભાઇ પરમાર, તત્કાલીન અધિક મદદનીશ ઇજનેર, વર્ગ-૩, માર્ગ અને મકાન (પંચાયત) જામજોધપુર રહે.જામનગર તેમજ રવજીભાઇ મનસુખભાઇ ધારેવાડીયા તત્કાલીન ત.ક.મ. ચુર ગ્રામ પંચાયત વર્ગ-૩ (હાલ પ્રાથમીક શીક્ષક, ભોપલકા પ્રા.શાળા તા.કલ્યાણપુર) રહે.શેખપાટ તા.જી. જામનગર વાળાઓને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતા. એસીબીએ તપાસ હાથ ધરી ચારેયના સમયાંતરે રીમાંડ મેળવી પૂછપરછ કરી હતી અને જેલ હવળે કર્યા હતા.

દરમિયાન આરોપી દર્શન હસમુખભાઇ પરમાર, તત્કાલીન અધિક મદદનીશ ઇજનેર, વર્ગ-૩, માર્ગ અને મકાન (પંચાયત) જામજોધપુર રહે.જામનગર વાળાઓએ કોર્ટમાં જામીન મુકત થવા અંગે જામીન અરજી મુકેલ હતી. જે જામીન અરજીના કામે તપાસ કરનાર અધિકારી એ.ડી.પરમાર, પોલીસ ઇન્સપેકટર એ.સી.બી. જામનગરનાઓએ આરોપીને જામીન મુકત ન કરવા માટે તા.૧૦/૧ર/ર૦ર૦ ના રોજ બીજા એડી. સેશન્સ જજ ટી.આર.દેસાઇની કોર્ટમાં સોગંદનામુ કરતાં, સરકારી વકીલ જમનકુમાર ભંડેરીનાઓની ધારદાર દલીલોને ધ્યાને રાખી કોર્ટે આજ રોજ તા.૧૧/૧ર/ર૦ર૦ ના રોજ આરોપીના રેગ્યુલર જામીન ના-મંજુર કરવામાં આવેલ છે. આમ, ઉપરોકત અટક કરવામાં આવેલ ચારેય આરોપીઓના જામીન નામંજુર કરતાં આરોપીઓ હાલ જયુડીશ્યલ કસ્ટડીમાં જામનગર જેલ હવાલે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here