જામનગર અપડેટ્સ : જામનગરથી ૧૭ કિમી દુર કાલાવડ રોડ પર આવેલ સપડા ગામે ટેકરા પર આવેલ છે સિધ્ધિવિનાયક ધામ, આ ગજરાજની શ્રધ્ધા હાલાર પુરતી સીમિત નથી અહીં રાજ્ય-દેશ અંને વિદેશથી પણ ભક્તો આવે છે. શીશ ઝૂકાવવા, ભક્તોની આસ્થા અને મનોકામના ફળીભૂત કરતાં વિધ્ન હર્તા ગણપતિ દેવ રૂપારેલ નદીના કિનારે અને નયન રમ્ય ટેકરીમાં સદીઓ પૂર્વે સ્વયંભૂ પ્રકટ થયા છે. આજે ગણેશ ચતુર્થીના પાવન પ્રસંગે બાપાની અનોખી કૃપા અને ઈતિહાસની વિગતે ચર્ચા કરીએ.
હિંદુ ધર્મમાં ૩૩ કરોડ દેવી દેવતાઓ પૂજાય છે. જેમાં મહાદેવ શિવ સંકર લોક કલ્યાણકરી અને ભોલાનાથ તરીકે પૂજાય છે. આ ભોલાનાથે ખુદ કહ્યું છેકે પૃથ્વી લોકમાં મારી આરાધના પૂર્વે મારા પુત્ર ગણેશની પૂજા થશે. ભગવાન શિવ પણ જેના ગુણગાન ગાતા અને વિશેષ દરરજો આપતા હોય એવા દુંદાળા દેવ ગણપતિની આદ્ય ભક્તિ- શક્તિનો અનેરો મહિમા રહેલો છે. સાચી શ્રધ્ધા સાથે કોઈ પણ દુ:ખ-દર્દ કે પીડા-સંકટ લઇ સિદ્ધિવિનાયકના દ્વારે જતો ભક્ત ચોક્કસ હળવો ફુલ થઇ પરત ફરે છે. વિધ્નહરતા ગણપતિ મહારાજ ભાવકો અને ભક્તોની મનોકામના અવસ્ય પૂરી થાય છે આવા દૈદીપ્યમાન દેવ શ્રી ગણપતિ જામનગર નજીક સપડા ગામે બિરાજમાન છે. ચોમાસા દરમિયાન ચોતરફ ફેલાઈ જતી હરિયાળી વચ્ચે ટેકરા ઉપર બિરાજમાન ગણપતિમંદિર દરરોજ ભક્તોની ભીડ થી ચહેકતું રહે છે. ભાદરવા મહિનામાં આવતા ગણેશ ચતુર્થીના તહેવારના સપરમાં દિવસોમાં મંદિરે શ્રધ્ધાળુઓના ઘોડાપુર બાપાનાં દર્શન માટે ઉમટી પડે છે.
પાંચ-છ સદીઓ પૂર્વેની લોક વાયકા મુજબ એક ગરીબ સુથારના સપના સંકટ મોચક સપનામાં આવ્યા હતા અને કહ્યું, હું રૂપારેલ નદીમાં ધરબાયેલ છું. મને બહાર કાઢો, મારે પ્રસ્થાપિત થવું છે. જન-જનના દુ:ખ દર્દ દુર કરવા છે. બસ ત્યારથી માંડી આજ દિવસ સુધીના સમયમાં સપડામાં સ્થાપિત થયેલા ગજાનન ભક્તો-ભાવિકગણના અંતર-આત્મામાં વસી ગયા છે.
સૌ કોઈ પોતાના સત કાર્યની શરુઆત પૂર્વે ગણપતિની આરાધના ચોક્કસ કરે છે. વિધ્નહર્તા દેવને સમરીને નવું સોપાન શરુ કરવામાં આવે છે. સપડા ખાતે ન કેવળ જામનગર પરતું ભારત- ભરમાંથી ભક્તોનો પ્રવાહ અત્રે દર્સનાર્થે આવે છે. દેશના સીમાડા વટાવીને પણ વિદેશમાં સ્થાઈ થયેલા ભારતીયો સમયાંતરે અત્રે શીશ જુકાવવા જરૂર આવે છે. જેનું પરિમાણ અત્રેની દાન પેટીમાંથી નીકળતા ડોલર, પાઉન્ડ સહીતના વિદેશી ચલણના આધારે મળે છે. દર મહિનાની ચોથનો ભક્તિ ભાવ સવીશેસ રહલો છે એટલે તો જામનગર સહીત જીલ્લા ભરમાંથી ભક્તો ચોથ ભરવા પગપાળા અત્રે આવી પોતાની નિસ્વાર્થ ભક્તિ બાપાનાં ચારનો માં સમર્પિત કરે છે.
સપડા સિદ્ધિવિનાયકની ખરા હૃદયથી કરેલી પ્રાર્થના અને માનતા અવસ્ય ફળીભૂત થાય છે, એવી ખુદ ભક્તોની શ્રધ્ધા છે. અનેક દુખીયા અને આસક્ત ભાવિકો અત્રે માનતા લઇને જાય છે અને થોડાજ સમય માં હસતા ચહેરે માનતા પૂર્ણ થયાના ભાવ સાથે માનતા ચડાવવા પરત આવે છે,
એક માત્ર મનુષ્યના સ્વાસ્થ્ય જ નહિ પરંતુ તેની આર્થિક ઉપાર્જનમાં આવતી મુશ્કેલીઓ પણ વિધ્નહર્તા સુપેરે નિવારે છે. અહી આજુ બાજુના ગામડાના ખેડૂતો જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે અને મબલખ પાક ઉત્પન્ન થાય તે માટે એક છોક્ક્સ પ્રકારની પ્રથાનું સદીઓથી મહત્વ છે. જીવજંતુ કે ઉંદરના ઉપદ્રવથી પાકને નુકસાની નિવારણ અર્થે ખેડૂતો પોતાના ખેતરમાંથી બે ચાર પથ્થર દુંદાળા દેવને સમર્પિત કરવાની પ્રથા છે. એ જ પથ્થરોના સહારે આજે શ્રેષ્ઠ ઉંચાઈ ધરાવતી ગણપતિની જે મૂર્તિ નિર્માણ પામી છે તે આ જ પથ્થરોમાંથી આકાર પામી છે. આજે સવારથી જ અહી ભક્તોનો પ્રવાહ ડુંગર તરફ દોરવાયો હતો. દુખહર્તાની એક જલક મેળવી ભાવિકો ભાવ વિભોર બન્યા હતા. ચારેતરફ ખીલેલી હરિયાળી વચ્ચે બિરાજમાન દુંદાળા દેવને રીજવવા ભાવિકોએ મોદક, શ્રીફળ અને આકડાઓની માળા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા.