જામનગર : જામનગરમાં ચાર દિવસ પૂર્વે ફોરેસ્ટ કોલોની પાછળ અવાવરું કુવા માથી મળી આવેલ અજાણ્યા યુવાનની હત્યા નીપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. યુવાનના સાળા અને સસરા સહિતનાઓએ પત્ની સહીતના સાસરીયાઓએ યુવાનની હત્યા નીપજાવી, સળગાવી કુવામાં ફેકી દઈ પુરાવાઓનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો સામે આવી છે. પોલીસે મૃતકની પત્ની સહિતનાઓની ધરપકડ કરી લીધી છે.
જામનગરમાં ચાર દિવસ પૂર્વે મોડી રાત્રે ફોરેસ્ટ કોલોની વિસ્તાર આવેલ વાડી વિસ્તારમાં અવાવરું કુવામાંથી એક યુવાનનો અતિ કોહવાયેલ મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક સ્ત્રી છે કે પુરુષ તે પણ સ્પષ્ટ નહી થતા પોલીસે પીએમ રીપોર્ટ પરથી નક્કી થયું હતું કે મૃતક યુવાન છે. પીએમ રીપોર્ટમાં યુવાનને માથાના ભાઈ બોથડ પદાર્થ ફટકારી મારી નાખી, સળગાવી દઈ કુવામાં ફેકી દીધો હોવાની થીયરી સામે આવી હતી જેને લઈને પોલીસે શહેરના ગુમ થયેલ યુવાનો સુધી તપાસ લંબાવી હતી જેમાં સીટી સી ડીવીજન પોલીસમાં નોંધાયેલ એક ગુમ નોંધને લઈને પોલીસને શંકા ઉપજી હતી કે મૃતદેહ ગુમ યુવાનનો જ છે. જેને લઈને પોલીસે ગુમ યુવાનની પત્ની સહિતનાઓને બોલાવી પૂછપરછ કરી હતી. જેમાં સમગ્ર ઘટના પરથી પરદો ઊંચકાયો હતો.
મૃતકનું નામ લલિતભાઈ રામજીભાઈ સોન્દરવા ઉવ. ૨૮ હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવાનને વુલનમિલ વિસ્તારમાં રહેતા સાળા વિપુલ પાલાભાઈ કટારીયાની પત્ની ભાનુ સાથે સાથે અનૈતિક સબંધ હતો. ગત તા. ૧૮મીના રોજ મૃતક તેણીના ઘરે મળવા ગયો હતો જેની જાણ આરોપી સાળા વિપુલ, તેના પિતા પાલા અરજનભાઈ કટારીયા, અશ્વિન પાલાભાઈ કટારીયા, મૃતકની પત્ની વસંતાબેન સોંદરવા અને જયાબેન પાલાભાઈ અરજણભાઈ કટારીયા અને ભાનુબેન વિપુલ કટારીયાએ ઝઘડો કરી, માથાના ભાગે બોથડ પદાર્થ ફટકારી હત્યા નીપજાવી, મૃતકને સળગાવી દઈ, પુરાવાનો નાશ કરવા મૃતકને કુવામાં ફેકી દીધો હોવાનો ઘટ:સ્પોટ થયો હતો. જેને લઈને મૃતકના ભાઈ સંજય સોંદરવાએ આ તમામ આરોપીઓ સામેં હત્યાની કલમો મુજબ ગુનો નોંધાવતા સીટી બી ડીવીજન પીઆઈ કે જે ભોયે, મહેશસિંહ સહિતના સ્ટાફે આરોપીઓની ધરપકડ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.