જામનગર: ચાર વર્ષ પૂર્વે ધડાધડ ફાઈરિંગ કરી ધ્રોલમાં થયેલ દિવ્યરાજસિંહનું મર્ડર પ્રકરણ તાજું થયું

0
1312

જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકા મથકે દિન દહાડે બે સુટરોએ ફાઈરિંગ કરી દિવ્યરાજસિંહ જાડેજા નામના યુવાનની કરપીણ હત્યા નીપજાવી હતી. આ કેશમાં સાહેદ એવા મૃતકના પિતરાઈ ભાઈને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જે રીતે દિવ્યરાજને પતાવી દેવામાં આવ્યો તે જ રીતે ભાડુતી માણસો દ્વારા પતાવી દેવામાં આવશે એવી ધમકી આપવામાં આવી છે. આ ધમકી કોર્ટ પરિસરમાં જ આપવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

જામનગર રામેશ્વર નગર, નિર્મણનગર, શેરી નં-૪માં રહેતા અજયરાજસિંહ ઘનશ્યામસિંહ જાડેજા તા.૩૦/૦૪/૨૦૨૪ના રોજ સવારે સાડા દસેક વાગ્યે લાલબંગલો કોર્ટ નવીબીલ્ડીંગની પાછળ પાર્કીંગમા પોતાનું એકટીવા પાર્ક કરતા હતા ત્યારે નરેન્દ્રસિંહ હરદેવસિંહ ઝાલા રહે. ત્રીકોણબાગ પાસે ધ્રોલ જી-જામનગર વાળો સખ્સ ત્યાં આવ્યો હતો. આરોપી નરેન્દ્રસિંહ ત્યાં આવી પોતાના પેઇન્ટના નેફામાથી છરી કાઢી અજયસિંહને બતાવી,  ગાળો આપી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી. આ બનાવ અંગે અજયસિહે વિધિવત ફરિયાદ નોંધાવી છે. સીટી એ ડીવીજનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ આજથી ચારેક વર્ષ પહેલા અજયસિંહના મોટા બાપુના દીકરા દિવ્યરાજસિંહ જદુવિરસિંહ જાડેજાની હત્યા થયેલ હોય જે કેશમા પોતે સાહેદમાં હોય અને તે કેશ બાબતે વકીલ બુધ્ધભટ્ટીને મળવા જતા હતા  ત્યારે નરેન્દ્રસિંહ ઝાલાનો અગાઉનો મર્ડર કેશ સેશન્સકોર્ટમાં ચૌધરી સાહેબની કોર્ટમાં ચાલતો હોય જેથી ગઇ તા.૩૦/૦૪/૨૦૨૪ ના રોજ નરેન્દ્ર સિંહ જામનગર સેશન્સસ કોર્ટમાં તેની મુદત હોય અને ત્યારે સાડા દશેક વાગ્યે કોર્ટમા જતો હતો ત્યારે નવી કોર્ટ બીલ્ડીં ગની પાછળના ભાગે આવેલ બગીચામાં એકટીવા ગાડી પાર્ક કરીને કોર્ટ તરફ જતા અજયસિંહને ત્યા પાર્કીંગમા નરેન્દ્ર સિંહ હરદેવસિંહ ઝાલા રહે-ત્રીકોળબાગ પાસે, ધ્રોલ વાળો ત્યા ઉભેલ હોય તેઓએ કહેલ કે હુ તને જ શોધતો હતો

ત્યારબાદ અજયસિંહ કઈ બોલે તે પૂર્વે જ આરોપીએ ભુંડા બોલી ગાળો આપી, પોતાના પેન્ટના નેફામાથી છરી કાઢી, બતાવી કહેલ કે ‘ઓમદેવ મારો મિત્ર છે અને તુ દીવુભાઇના મર્ડર વારા કેશમા ઓમદેવ સાથે સમાધાન કરી લેજે નહીતર ઓમદેવ ભાઈ બહારથી સુટર બોલાવીને તારૂ મર્ડર કરાવી નાખશે અને હુ એક મર્ડરમાં છુ અને બીજુ તને પણ જાનથી પતાવી દેવો છે અને જીવતો નહી રહેવા દવ’ તેમ કહીને આ નરેન્દ્રસિંહ ત્યાથી જતો રહેલ હતો બાદ આ બાબતે અજયસિંહે તેઓના પીતાજીને વાત કરી સીટી એ ડીવીજન પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.

કેવી હતી ચકચારી મર્ડર મિસ્ટ્રી ?
જીલ્લાના ધ્રોલ તાલુકા મથકે ગત તા. ૬/૩/૨૦૨૦ના રોજ બપોરે ત્રિકોણ બાદ પાસેના એટીએમમાંથી પોતાની કાર તરફ પરત ફરતા દિવ્યરાજસિંહ ઉર્ફે દીવુભા જદુવીરસિંહ જાડેજા પર અજાણ્યા સખ્સો ફાયરીંગ કરી નાશી ગયા હતા. ત્રણ સખ્સોએ દિવ્યરાજ પર આઠ-નવ રાઉન્ડ ધડાધડ ફાયરીંગ કરી ગંભીર ઈજાઓ પહોચાડી હતી. જેમાં સ્થળ પર જ દિવ્યરાજનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાને અંજામ આપી એક કારમાં બેસી આરોપીઓ નાશી છૂટ્યા હતા. મોરબી પોલીસે નાશી છુટેલ આરોપીઓને પકડી જામનગર પોલીસને હવાલે કર્યા હતા.

પડધરી ટોલ નાકે વાહન ચલાવવા બાબતે અનિરુદ્ધસિંહ ઉર્ફે અનીલ વિસુભા સોઢા સાથે થયેલ અગાઉ મનદુઃખને લઈને ભાડુતી માણસો રોકી દિવ્યરાજની હત્યા નીપજવી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે અનિરુધ્ધસિંહ ઉપરાંત ઘટનાને અંજામ આપનાર મુસ્તાક રફીક પઠાણની ધરપકડ કરી હતી. બીજી તરફ ફાયરીંગમાં શાર્પ શુટર તરીકેની ભૂમિકામાં રહેલ હરિયાણાના અજીત વીરપાલસિંગ ઠાકુર અને અખિલેશ ઉર્ફે બબલુ શ્રીરામઉદારસિંહ ઠાકુરને આરોપી ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજા અને નરેન્દ્રસિંહ ઉર્ફે કાનો કાળુભા જાડેજાએ બંને પરપ્રાંતીય શાર્પ શુટરને બહાર મોકલી દીધા હોવાનું સામે આવ્યું હતું.

NO COMMENTS