જામનગર : એકલી રહેતી ટીનેજર્સની નબીરાઓ રોજ પજવણી કરતા..આજે થયું આવું

0
826

જામનગર : શહેરમાં એકલી રહી અભ્યાસ કરતી યુવતીઓને પજવણી કરતા સખ્સોનો કિસ્સો ચર્ચામાં આવ્યો છે. ૧૮૧ની ટીમે આ નબીરાઓની શાન ઠેકાણે લઇ આવી સમગ્ર પ્રકરણ શહેર પોલીસને સોપ્યું છે.

જામનગરમાં એક ચોક્કસ વિસ્તારમાં એક ફ્લેટમાં રહી અમુક યુવતીઓ અભ્યાસ કરે છે. ટીનએજ તેણીઓની સામે જ રહેતા અમુક નબીરાઓ આ ટીનેજર્સને અભદ્ર ચેષ્ટાઓ અને ઇસારાઓ કરતા હતા. આ ટીનેજર્સ જયારે ભણતર એક કોઈ પણ કામ સર બહાર આવતી ત્યારે એપાર્ટમેંટના ગાર્ડનમાં જ પડ્યા પાથર્યા રહેતા આ નબીરાઓ કુમળી વયની કિશોરીઓનો પીછો કરતા હતા અને ચેષ્ટાઓ કરતા હતા. ફ્લેટ બહાર કે લીફ્ટમાં પણ આ નબીરાઓ શારીરિક પરેસાન કરતા રહેતા હતા.

આજે જયારે આ કિશોરીઓ એડમીશન અર્થે બહાર નીકળી ત્યારે વાત જોઈ બેસેલ નબીરાઓએ તેણીઓનો પીછો કર્યો હતો. દરમિયાન એક કિશોરીએ ૧૮૧ને ફોન કરી મદદ માંગી હતી, જેને લઈને અભયમની ટીમના કાઉન્સેલર ગીતા બાવરવા, પોલીસ કોન્સ્ટેબલ ગીતાબેન ધારવીયા, પાયલોટ સુરજીતસિંહ વાઘેલા સ્થળ પર પહોચી ગયા હતા અને સ્થળ પર જ નબીરાઓને પડકારી કાયદાનું ભાન કરાવ્યું હતું. કિશોરીઓએ નબીરાઓ સામે ફરિયાદ કરવાની તૈયારી દર્શાવતા જે તે પોલીસ સ્ટેશન પર કિશોરીઓને મોકલી ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે.

NO COMMENTS