ઘર વેચી જેલમાંથી છોડાવ્યો એ પુત્રને પિતાથી લાગી આવ્યું,ભર્યું આવું પગલું

0
822

જામનગર તાલુકાના અલીયા ગામે હબીબ નગર વિસ્તારમાં રહેતા એક યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે  જેલમાં રહેલ પુત્રને પિતાએ મકાન વેચીને છોડાવી લીધા બાદ આ મકાનના બાકી રહેતા પૈસા લેવા જવાની પુત્ર એ જીદ કરતા પિતાએ ઠપકો આપ્યો હતો. જેને લઈને પુત્રને મનમાં લાગી આવતા અંતિમ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગર પંથકમાં આપઘાતમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. જામનગર તાલુકાના આલિયા ગામે હબીબ નગરમાં પંકજભાઈ ભગવાનજીભાઈ સોઢાના મકાનમાં રહેતા બટુક ઉર્ફે જકાત હરજીભાઈ ઝિંઝુવાડીયા નામના 38 વર્ષ યુવાને ગઈકાલે સવારથી બપોર સુધીના ગાળા દરમિયાન પોતાના ઘરે છતની હુકમાં હીરની દોરી બાંધી ગળાફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકના વૃદ્ધ પિતા હરજીભાઈ ઝિંઝુવાડીયા એ જાણ કરતા પંચકોષી એ ડિવિઝન પોલીસ દફતરનો કાફલો અલિયા ગામે પહોંચ્યો હતો. પોલીસે મૃતકનો કબજો સંભાળી હોસ્પિટલ ખસેડી પીએમ બીજી પાર પાડી હતી. આ બનાવ અંગે હરજીભાઈએ પોલીસમાં નિવેદન આપ્યું હતું 

એકાદ મહિના પહેલા જેલમાં રહેલ પુત્રને છોડાવવા માટે પિતાએ પોતાનું મકાન વેચી દીધું હતું. મકાનના જે પૈસા આવ્યા તેમાંથી પુત્રને છોડાવી જેલમાંથી બહાર કાઢ્યો હતો. આ મકાનના થોડા પૈસા બાકી હોય છે પૈસા લેવા જવા માટે જેલમાંથી બહાર આવેલ પુત્ર બટુકે પિતાને કહ્યું હતું. પરંતુ પિતાએ પૈસા લેવા જવું નથી, તું પૈસા વાપરી નાખીશ એમ કહેતા બટુકને લાગી આવ્યું હતું અને આપઘાત કરી લીધો હતો ઉપરોક્ત વિગતો હરજીભાઈએ પંચકોશી એ  ડિવિઝન પોલીસ સમક્ષ નિવેદનમાં નોંધાવી છે.

NO COMMENTS