જામનગર: નીટમાં ઓછા માર્ક્સ આવતા વિદ્યાર્થીઓનીનો આપઘાત

0
553

જામજોધપુર તાલુકાના ગામે એક યુવતીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. નીટની પરીક્ષામાં સતત બીજા વર્ષે ઓછા માર્ક્સ આવતા યુવતીએ પગલું ભર્યું હોવાનું તેના પિતાએ પોલીસમાં જાહેર કર્યું છે. પરિણામ બાદ બે દિવસથી યુવતી સતત ગુમસુમ રહી હતી. કાલે રાત્રે યુવતીએ અંતે ઝેરી દવા પી જીવતરનો અંત આણ્યો હતો.

ભણતરનો ભાર વધુ એક વિદ્યાર્થીનીની જિંદગી ને વરખી ગયો છે. આ વખતે જામનગર જિલ્લામાંથી વધુ એક બનાવ સામે આવ્યો છે. જામજોધપુર તાલુકાના સોનવડીયા ગામે રહેતા અને ખેત મજૂરી કરતા મનસુખભાઈ ભીખુભાઈ કારણેની 19 વર્ષીય પુત્રી વિધિબેન ગઈકાલે રાત્રે આઠ વાગ્યા પૂર્વે પોતાની વાડીએ કપાસમાં છાંટવાની ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતક ના પિતા મનસુખભાઈએ જાણ કરતા જામજોધપુર પોલીસનો સ્ટાફ સોનવાડીયા ગામે પહોંચ્યો હતો અને મૃતકનો કબજો સંભાળી, હોસ્પિટલ ખસેડી પીએમ વિધિ પાર પાડી હતી.

મૃતક વિધીબેન છેલ્લા બે વર્ષથી નીટની પરીક્ષા આપતા હતા. ગયા વર્ષે પણ નીટની પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા હતા જેને લઈને વિધિ બેને આ વર્ષે નીટની પરીક્ષા આપી હતી. બે દિવસ પૂર્વે જાહેર થયેલા પરિણામમાં આ વખતે પણ ઓછા માર્ક્સ આવ્યા હતા. જેને લઇને તેણીને મનમાં લાગી આવ્યું હતું અને પોતાની મેળે વાડીએ ઝેરી દવા પી જીવતરનો અંત આણ્યો હતો. પુત્રીએ ભરેલા અંતે પગલાં ને લઈને સગર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

નબળા પરિણામને લઈને વિદ્યાર્થીઓ નાસીપાસ થઈ જાય છે ત્યારે સમાજવિદો અને મનોચિકિત્સકો એક જ સલાહ આપે છે કે નાપાસ થવાથી જિંદગી પૂર્ણ થઈ જતી નથી, નબળા પરિણામથી ક્યારેય હિંમત હારવી ન જોઈએ અને હિંમતભેર આગળ વધવું જોઈએ તેમ સમાજવિદોએ વિદ્યાર્થીને સલાહ આપી છે.

NO COMMENTS