જામનગર : જામનગરમાં પવનચક્કી ખાતે સીટી બસ સ્ટોપ પાસેથી એસઓજી પોલીસે એક સખ્સને આંતરી લઇ તેના કબ્જામાંથી એક પિસ્તોલ અને એક દેશી કટ્ટો કબજે કર્યો છે. બંને હથિયાર સાથે એક કારતુસ પણ મળી આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરમાં વધુ બે હથિયાર પકડાયા છે. મૂળ મોટી ખાવડી ગામના અને હાલ જામનગરમાં તિરુપતિ સોસાયટીમાં શિવ ટાઉનશીપમાં રહેતો સોહિલ દિનેશ સંજોટ નામના સખ્સ પાસે દેશી હથિયાર હોવાની અને હાલ તે પવનચકી વિસ્તારમાં આટાફેરા કરતો હોવાની એસઓજી પોલીસને હકીકત મળી હતી જેના આધારે સમગ્ર સ્ટાફે દરોડો પાડ્યો હતો. જેમાં ગઈ કાલે સાંજે સાડા સાતેક વાગ્યે એસઓજી પોલીસે આ સખ્સને આંતરી લીધો હતો. આ સખ્સની તલાસી લેતા તેના કબ્જામાંથી પરવાના વગર દેશી બનાવટની મેગ્જીન વાળી પિસ્તોલ મળી આવી હતી.
રૂપિયા ૨૦,૦૦૦ની કીમતનો દેશી કટ્ટો અને એક કારતુસ પણ પોલીસે કબજે કર્યો હતો. પોલીસે પિસ્તોલ ઉપરાંત રૂપિયા પાંચ હજારની કિંમતનો એક દેશી કટ્ટો પણ કબજે કર્યો હતો. બંને હથિયાર અને કારતુસ કબજે કરી પોલીસે આરોપીની ધરપકડ કરી સીટી એ ડીવીજનમાં આર્મ્સ એક્ટ મુબજ કાર્યવાહી કરી હતી. બંને હથિયાર કબજે કરી પોલીસે આરોપીની પૂછપરછ કરવા માટે કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડની માંગણી કરી છે. આ હથિયાર ક્યાંથી લઇ આવ્યો ? ક્યારે લઇ આવ્યો ? તેના દ્વારા કોઈ ગુનો આચાર્યો છે કે કેમ ? સહીતની બાબતોનો તાગ મેળવવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.