જામનગર અપડેટ્સ : જામનગરમાં વામ્બે આવાસમાં સી-વીંગના પાર્કીંગમાં તીનપતીનો જુગાર રમી રહેલા છ મહિલાઓને સીટી સી ડિવિઝન પોલીસે પકડી પાડી છે.
જ્યારથી ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારથી જુગારની સિઝન પણ શરૂ થઈ ગઈ હોય તેમ પોલીસનો ચોપડો બોલી રહ્યો છે.જામનગરમાં પોલીસે જુગાર સંબંધીત બે દરોડા પાડયા હતાં. જેમાં સીટી સી ડિવિઝન પોલીસે ગઇકાલે સાંજે વામ્બે આવાસની સી-વીંગના પાર્કીંગમાં દરોડો પાડયો હતો. આ દરોડા દરમિયાન તીનપતીનો જુગાર રમી રહેલ અનસુયાબેન રમેશભાઈ અઘેરા જાતે.વાણંદ ઉ.વ.60 ધંધો.ઘરકામ રહે.વામ્બે આવાસ આઠ માળીયા સી-1 સાતમા માળે જામનગર, હીરૂબેન અશ્વિનભાઈ ભકડ જાતે.સંધી ભાનુશાળી ઉ.વ.55 ધંધો.ઘરકામ રહે.વામ્બે આવાસ આઠ માળીયા સી-1 રૂમ નં.602 જામનગર, લલીતાબેન જીવણભાઈ ચૌહાણ જાતે.પ્રજાપતી ઉ.વ.49 ધંધો.ઘરકામ રહે.વામ્બે આવાસ આઠ માળીયા એ-1 રૂમ નં.108 જામનગર, ચંપાબેન અરવિંદભાઈ કંટારીયા જાતે.અનુજાતી ઉ.વ.40 ધંધો.ઘરકામ રહે.વામ્બે આવાસ આઠ માળીયા એ-2 રૂમ નં.308 જામનગર, ગીતાબેન નારણભાઈ ભાદરવડા જાતે.અનુજાતી ઉ.વ.60 ધંધો.મજુરી રહે. ગામ.રોજડા તા.ભાણવડ જી.દેવભુમી દ્વારકા, કારીબેન વાલાભાઈ તાવડા જાતે.અનુજાતી ઉ.વ.52 ધંધો.ઘરકામ રહે. વામ્બે આવાસ સ્કુલની બાજુમાં જામનગર વાળા મહિલાઓને પકડી પાડયા હતાં. પોલીસે આ તમામ મહિલાના કબ્જામાં રૂા.11330ની રોકડ કબ્જે કરી હતી.