તમાકુના જથ્થાબંધ વેપારીઓ પર જીએસટીની તવાઈ

0
533

જામનગર : લોકડાઉન ત્રણ બાદ છૂટછાટો મળતા જામનગર સહિત રાજ્યભરમાં પણ-બીડી તમાકુ સાથે સંકળાયેલ વેપારીઓએ સમયનો ફાયદો ઉઠાવી બેફામ કાળા બજારી કરી હોવાની ફરિયાદો સામે આવી છે ત્યારે જામનગરમાં તમાકુના વેપાર સાથે સંકળાયેલ પેઢીઓ પર આજે બપોરે રાજકોટ જીએસટીની ટીમ ત્રાટકી હતી. સુભાષ માર્કેટ પાસે આવેલ તમાકુના હોલસેલ વેપારની પેઢીમાં જીએસટીની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. રાજકોટની ટીમના અધિકારીઓએ શરુ કરેલ કાર્યવાહીની ગંધ નજીકમાં આવેલ ગ્રેઇન માર્કેટમાં થઇ જતા વેપારીઓએ પોતાના સંસ્થાનો બંધ કરી ચાલતી પકડી હતી. જીએસટીની ટીમે તમાકુના હોલસેલ વેપાર સાથે સંકળાયેલ ધીરજલાલ એન્ડ બ્રધર્સ પેઢીના ગોડાઉનમાં પણ દરોડા પાડી સ્ટોક અને બીલનો તાળો મેળવવા કવાયત હાથ ધરી છે. જો કે સાંજ સુધી જીએસટી દ્વારા કોઈ ગેરરીતી આવી છે કે કેમ ? તેનો ફોડ પાડ્યો નથી.

NO COMMENTS